ગોઠડા પંચાયતની સત્તા 23 વર્ષની તસ્મીનાના હાથે
એક છોકરી શિક્ષિત બને, એટલે આખું પરિવાર આગળ વધે -તસ્મીના
વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં 23 વર્ષીય તસ્મીના સૈયદ તાજેતરમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં વિજયી બની અને આજુબાજુના વિસ્તારની સૌથી યુવા મહિલા સરપંચ બની છે.
યુવા સરપંચ તસ્મીનાએ કહ્યું કે, મારે માત્ર સરપંચ બનવું નહોતું, મારે ગામના લોકોના સપનાઓ પૂરાં કરવા છે. મારા પિતા ભૂતપૂર્વ સરપંચ હતા, અને મેં તેમને આ ગામમાં મૂળભૂત સુવિધાઓ, ખાસ કરીને પાણી પુરવઠામાં સુધારો કરવા માટે કામ કરતા જોયા છે. હું ફક્ત મારા પિતાના વારસા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યને આગળ ધપાવી રહી છું. એક છોકરી હોવાને કારણે મારી પહેલી પ્રાથમિકતા શિક્ષણ અને આરોગ્ય, ખાસ કરીને છોકરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને મહિલાઓને સશક્તિકરણ માટે મહિલા ગૃહ ઉદ્યોગ વિકસાવવાની છે. તસ્મીનાની આ સફળતા પાછળ તેમના પિતાનું પણ મોટું યોગદાન છે.