વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષણના વહીવટમાં બેદરકારી,8 માંથી 6 તાલુકામાં શિક્ષણાધિકારીની જગ્યા 11 વર્ષથી ખાલી
ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે પણ બબ્બે ચાર્જનું ભારણ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોના વહિવટમાં ગંભીર બેદરકારી હોવાનું જણાઇ આવ્યું છે.જેને પગલે શિક્ષણ પર સીધી અસર પડે તેવા સંજોગ સર્જાયા છે.
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોના સંચાલનમાં વહીવટી સુગમતા રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો હોદ્દો મુખ્ય છે અને તેમની નીચે દરેક તાલુકા દીઠ એક એક તાલુકા શિક્ષણાધિકારી હોય છે.
પરંતુ વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં છેલ્લા ૧૧ વર્ષથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાયમી જગ્યાઓ જ ભરાતી નથી.મહત્વના હોદ્દા માટે લાંબા સમયથી અધિકારીઓ ચાર્જમાં કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાન્ડેને માથે શહેરના શિક્ષણાધિકારીનો ચાર્જ થોપી દેવામાં આવ્યો છે.જેથી અધિકારીઓ પર કામનું ભારણ વધવાથી કામગીરી પર અસર પડી રહી છે. જિલ્લા પંચાયતની આગામી તા.૭મીએ મળનારી જનરલ મીટિંગમાં આ મુદ્દે સત્તાધારી પક્ષને ભીંસમાં લેવા વિરોધપક્ષ દ્વારા વિગતો માંગવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ક્યા તાલુકામાં શિક્ષણાધિકારીની જગ્યા ખાલી
તાલુકો કેટલાવર્ષથી જગ્યા ખાલી
વડોદરા ભરેલી
સાવલી ભરેલી
વાઘોડિયા ૨૦૧૪થી ખાલી
પાદરા ૨૦૧૪થી ખાલી
ડભોઇ ૨૦૧૪થી ખાલી
કરજણ ૨૦૧૪થી ખાલી
શિનોર ૨૦૧૪થી ખાલી
ડેસર ૨૦૧૫ થી ખાલી