કોરોના ઇફેક્ટ : પોલીસે પોલીસને જ જાહેરમાં ફટકારી
- લોક ડાઉનનો અમલ કરાવતી પોલીસની સહન શક્તિ ઘટી
અમદાવાદ, તા. 24 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોના વાઈરસે ભારતના લોકોને પોતાના સકંજામાં લઈ લીધા છે. તો બીજી તરફ દેશભરમાં લોક ડાઉનનો અમલ કરાવતી પોલીસ પણ કંટાળી છે.
પોલીસે જ પોલીસ પર લાકડી વરસાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયો ઉત્તર પ્રદેશનો હોવાનું મનાઈ રહ્યું છે. વીડિયોમાં એક પોલીસ બીજા પોલીસ જમાદારને જાહેરમાં લાકડીથી ફટકારતા દેખાઈ રહ્યા છે.
કોરોના ઇફેક્ટ : પોલીસે પોલીસને જ જાહેરમાં ફટકારી#CoronaEffect #Police #Hit pic.twitter.com/FltIbEzYV9
— Gujarat Samachar (@gujratsamachar) April 24, 2020