Gujarat
વડોદરાના સાવલી તાલુકામાં સફાઇને અભાવે નર્મદા કેનાલોની દુર્દશા,તિરાડ પડવાથી ખેતરોમાં પાણી ભરાશે
By GS TEAM
6 Jun 20261 min read

વડોદરાઃ વડોદરા જિલ્લામાં નર્મદા કેનાલોની પૂરતી સફાઇ નહિ થતી હોવાની બૂમો ઉઠી છે,જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
વડોદરા જિલ્લામાં ખાસ કરીને સાવલી તાલુકામાં નર્મદા કેનાલોમાં ઝાડીઝાંખરા ઊગી નીકળ્યા હોવાથી કેનાલોમાં તિરાડ પડવાની ભીતી છે.આ ઉપરાંત ઝાડીઓની સફાઇને અભાવે પાણીના વહનમાં પણ મુશ્કેલી પડશે અને ખેતરોમાં પાણી ભરાઇ જવાનો ભય છે.
સામાન્ય રીતે કેનાલોમાં વખતોવખત ઝાડીઓની સફાઇ કરવામાં આવતી હોય છે.જેથી કેનાલો સુરક્ષિત રહે.પરંતુ સાવલી સહિતના કેટલાક સ્થળોએ રજૂઆતો કરવા છતાં સફાઇ નહિ થઇ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.








