ધોળકા પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે શહેરમાં ટપાલ પેટીની દુર્દશા
પોલીસ
મથક બહારની ટપાલ પેટી સળી ગઇ,
જૂની પાલિકા બહાર મુકાયેલી ટપાલ પેટી નમી ગઇ
વિરમગામ -
ટપાલનો સુવણ યુગ પૂર્ણ થતો હોઇ હવે ટપાલ પેટી ખાલીખમ રહે છે.
એક સમયે જ્યારે ટપાલીની રાહ જોવાતી હતી. લોકો પત્રોના માધ્યમથી લગ્નકાર્ડ, ગ્રેટિંગકાર્ડ અને જમીન સંબંધી કાગળો તથા ઇનામ સ્પર્ધામાં પુછાતા
પ્રશ્નોના જવાબ ટપાલપેટીથી મળતા હવે માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ
જોવા મળે છે.
ધોળકાના
સાજી તલાવડી સ્થિત પોસ્ટ ઓફિસ દ્વારા જુની નગરપાલિકાના દરવાજા બહાર તથા ધોળકા
પોલીસ મથક બહાર એમ બે ટપાલ પેટી મુકવામાં આવી છે. જેમાં જુની નગરપાલિકા બહારની
ટપાલ પેટી દિવાલ તરફ નમી ચુકી છે અને દેખભાળના અભાવના કારણે તેની દુર્દશા થઈ ચુકી
છે. જ્યારે ધોળકા પોલીસ મથક બહાર મુકવામાં આવેલી ટપાલ પેટી નીચેના ભાગેથી સડી ચુકી
છે. કાટ લાગી ગયેલ આ ટપાલ પેટીની દુર્દશા છુપાવવા તંત્રે તેને કલર કરી મન મનાવ્યું
છે. ધોળકા પોસ્ટ ઓફિસની લાપરવાહીના કારણે ટપાલ પેટીની દુર્દશા થઈ ચુકી છે. આમ હાલ
વોટ્સએપ, આંગણીયા
પેઢી, કુરીયર સહિત નત નવી વિવિધ સુવિધાઓના કારણે ટપાલ પેટીનો
ઉપયોગ માત્ર નામનો જ રહી ગયો છે. પરિણામે ટપાલ પેટીની દયનીય સ્થિતિ થઈ ચુકી છે.