Gujarat

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ

By GS TEAM
6 Aug 20251 min read
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર નિર્જન જગ્યાએ મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આજે એક પંચની જુબાની લેવામાં  આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે એક સગીર કિશોરી તેના મિત્ર સાથે ભાયલી બીલ રોડ પર બેઠી હતી તે સમયે પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી. હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે અને કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે.

આજે કોર્ટમાં પંચની જુબાની થઇ હતી જેમાં પુરાવા સ્વરુપે મોબાઇલ ફોન, સીસીટીવી ફુટેજ લેવામાં આવ્યા હતા તેના પંચની જુબાની આજે પુરી થઇ હતી. આ કેસની વધુ સુનાવણી તા.૨૦ના રોજ હાથ ધરાશે.