Get The App

ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન 1 - image

Vadodara DRM Cup2026 : વડોદરા વિભાગના ઓપરેટિંગ વિભાગની ટીમે ડીઆરએમ કપ–2026 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો છે. પ્રતાપનગર સ્થિત માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ઓપરેટિંગ વિભાગની ટીમે વિદ્યુત (ટ્રેક્શન) વિભાગની ટીમને 7 વિકેટથી પરાજય આપી ડીઆરએમ કપ હાંસલ કર્યો હતો. 

તા. 8 થી 20 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ ટૂર્નામેન્ટમાં વડોદરા વિભાગના વિવિધ વિભાગોની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ વિદ્યુત (ટ્રેક્શન) વિભાગ અને ઓપરેટિંગ વિભાગ વચ્ચે રમાઈ હતી, જેમાં ઓપરેટિંગ વિભાગની ટીમે ડીઆરએમ ટ્રોફી–2026ની ચેમ્પિયન બની છે.

વિજેતાઓને મોમેન્ટો અને મેડલ આપી સન્માનિત કરાયા 

વડોદરા વિભાગના ડીઆરએમ તથા વડોદરા વિભાગ રમતગમત સંઘના અધ્યક્ષ રાજુ ભડકે વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી હતી. સાથે જ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મોમેન્ટો અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજુ ભડકેએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રેલ કર્મચારીઓએ પોતાની ફરજ સાથે સાથે રમતગમત પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેવો જોઈએ, જેથી તેઓ સ્વસ્થ અને ઊર્જાવાન રહી શકે.

ઓપરેટિંગ વિભાગના કાર્તિક મેન ઓફ ધ સિરીઝ બન્યા 

આ સ્પર્ધામાં સુરક્ષા વિભાગના મીઠાભાઈએ બેસ્ટ બોલરનો ખિતાબ જીત્યો હતો, જ્યારે ઓપરેટિંગ વિભાગના મહેન્દ્ર દેસાઈએ બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ મેળવ્યો હતો. ઉપરાંત, ઓપરેટિંગ વિભાગના  કાર્તિકને મેન ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.