Get The App

ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો 1 - image

- સરકારી પેકેજ સામે ખેડૂતોમાં અસંતોષ

- બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા, ધોલેરા, દસકોઇ પંથકમાં ખેડૂતોને માવઠાથી ભારે નુકસાન

બગોદરા : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડયું છે. બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા, ધોલેરા અને દસકોઇ સહિતના પંથકમાં ડાંગર, કપાસ અને બાગાયતની ખેતીમાં મોટા પાયે નુકસાન નોંધાયું છે.

ભાલ પ્રદેશમાં બેવડો ફટકો?ખાસ કરીને ધંધુકા પંથકમાં આવેલા ભાલ પ્રદેશના ખેડૂતોને કમોસમી વરસાદનો બેવડો ફટકો પડયો છે. ભાલ પ્રદેશ ભાલીયા ઘઉં અને ચણાના વાવેતર માટે જાણીતો છે. જે ખેડૂતોએ ચોમાસા બાદ ખેતરમાં ઘઉં અને ચણાનું વાવેતર કરી નાખ્યું હતું, તેમનો પાક વરસાદના કારણે ડૂબી ગયો અને ઉગી શક્યો નહીં. અનેક ખેડૂતો પાકનું વાવેતર કરી શક્યા નથી, જેનાથી ઘઉં અને ચણાનું વાવેતર કરતા ખેડૂતોને મોટું નુકસાન થતાં પાયમાલ થઈ ગયા છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આથક સ્થિતિ કથળી છે અને તેઓ દેવાના ડુંગર નીચે દબાયા છે.

કમોસમી વરસાદના કારણે થયેલા વ્યાપક નુકસાનને પગલે સરકારે જે પેકેજ જાહેર કર્યુંં છે, તે સામે ભાલ પ્રદેશ સહિતના અસરગ્રસ્ત ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલું પેકેજ પૂરતું નથી. પેકેજથી ખેડૂતોના માથેથી દેવુ ઉતરશે નહીં. ત્યારે હવે, અસરગ્રસ્ત તમામ ખેડૂતો સરકાર જાહેર કરેલા પેકેજની સાથે દેવા માફીની  માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ ફરીથી ખેતી કરી શકે અને જીવન નિર્વાહ ચલાવી શકે.