જમીન માટે ઝઘડો થાય છે, જલ્દી આવો...પોલીસની મદદ માંગનાર જ લોકઅપમાં ફીટ થયો
Vadodara : વડોદરા નજીક ભાદરવા રોડ પર ગઈ મોડીસાંજે પોલીસની મદદ માંગનાર વ્યક્તિને જ પોલીસ લોકમાં ફીટ થવું પડ્યું હતું.
ગઈકાલે મોડી સાંજે શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે ભાદરવા રોડ પર પેટ્રોલ પંપ નજીક મારી બહેન મારી સાથે જમીન બાબતે ઝઘડો કરી રહી છે તાત્કાલિક પોલીસ મોકલો તેઓ મેસેજ આપ્યો હતો.
પોલીસ કંટ્રોલરૂમ તરત જ નંદેસરી પોલીસને લોકેશન આપી સ્થળ પર મોકલી હતી. પરંતુ પોલીસ પહોંચી ત્યારે ફોન કરનાર વ્યક્તિ લથડી રહ્યો હતો અને બોલવામાં પણ લોચા વાળતો હતો. પોલીસે તેને તપાસતા દારૂના નશામાં જણાઈ આવ્યો હતો. જેથી પોલીસમાં લાવી દારૂના કેસમાં ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેનું નામ હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચાવડા(સાકરદા ગામ,તા.વડોદરા) જણાઈ આવ્યું હતું.