કતારગામ અને લિંબાયત કરતાં રાંદેર ઝોનમાં સપ્તાહમાં ત્રણ ગણા કેસ વધ્યા
સંપુર્ણ રહેણાંક રાંદેર અને અઠવા ઝોનમાં કેસ વધ્યાઃ સ્લમ અને ગીચ વસ્તીવાળા લિંબાયત અને કતારગામમાં કેસમાં ઘટાડો
સૌથી વધુ સંક્રમિત ઝોનમાં કેસ ઘટી રહ્યાં છે પણ
સુરત,
તા. 27 જુલાઈ, 2020, સોમવાર
સુરતમાં કોરોનાની શરૃઆત થઈ ત્યાર બાદ લિંબાયત ઝોન કોરોના માટે હોટ સ્પોટ બની ગયો છે. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી કતારગામ ઝોન સૌથી વધુ સંક્રમિત ઝોન બની જતાં કતારગામ ઝોનમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 2000 ને પાર કરી ગઈ છે. પરંતુ એક સપ્તાહના આંકડા જોતા આ બંને ઝોનમાં સંક્રમણ ઘટયું છે અને રાંદેર તથા અઠવા ઝોનમાં સંક્રમણની માત્રામાં વધારો થયો છે.
20થી 26 જુલાઈ વચ્ચે કતારગામ ઝોનમાં 168 અને લિંબાયત ઝોનમાં 100 કોરોના પોઝીટીવ કેસ છે જ્યારે સૌથી વધુ રહેણાંક વિસ્તાર ધરાવતાં રાંદેર ઝોનમાં સાત દિવસમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 318 થઈ ગઈ છે. આ ઉપરાંત સુરત મ્યુનિ.નું મોડલ ઝોન તરીકે ગણના થાય છે તેવા અઠવા ઝોનમાં સાત દિવસમામં ૨૪૫ કેસ નોંધાયા છે.
છેલ્લા સાત દિવસથી મ્યુનિ.નો રાંદેર ઝોન હોટ સ્ટોપ બની રહ્યો છે જે મ્યુનિ. તંત્ર અને રાંદેર ઝોનમાં રહેતાં લોકો માટે ચિંતાનો વિષય છે. રહેણાંક સોસાયટીમાં કોરોના પોઝીટીવ દર્દી હોવા છતાં સાઈન બોર્ડ ન મુકાતા સંક્રમણ વધી રહ્યું છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પોઝીટીવ દર્દી આવ્યા બાદ સોસાયટી સેનેટાઈઝ કરવાની કામગીરી પણ લગભગ બૂંધ જેવી જ થઈ ગઈ છે. રાંદેર અને અઠવા ઝોન હાલ કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યાં છે તેથી મ્યુનિ. તંત્ર કાસ કાળજી લેવા માટે આયોજન કરી રહી છે પરંતુ તેમાં સંક્રમણ ઘટવાના બદલે વધી રહ્યું છે. ે
ગત સપ્તાહે સ્વૈચ્છિક લોક ડાઉન પણ થયું હતું
રાંદેર
ઝોન હાલ કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યું છે. સપ્તાહ પહેલાં જ આ શક્યતા વ્યક્ત
કરાઇ હતી. જેથી વિસ્તારમાં સ્વૈચ્છીક લોકડાઉન માટે અપીલ કરાઇ હતી. જોકે, એક સપ્તાહના લોક ડાઉન
છતા પણ રાંદેર ઝોનમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા સાત દિવસમાં રોકેટ ગતિએ વધી
હોવાથી તંત્રની મુંઝવણ વધી છે.
મોડલ અને વિકસીત ઝોનમાં સ્થિતિ બની ગંભીર
અઠવા
ઝોન મોડલ ઝોન અને રાંદેર ઝોન આયોજનબધ્ધ વિકસીત ઝોન ગણાય છે. બન્ને ઝોનમાં શિક્ષિત અને નોકરિયાત વર્ગ રહે
છે. લોકડાઉના પાલનમાં પણ બંને ઝોન અગ્રેસર જોવા મળ્યા હતા. છતા હાલમાં સંક્રમણની
સ્થિતિ ગંભીર બની રહી છે.