ફોર વ્હિલરમાં '૧૧૧૧' નંબર ૧૨ લાખ ,'૯' નંબર નવ લાખમાં વેચાયો
'ઇએફ' સિરિઝના ૪૩૯
નંબરોની બોલી લગાવાઇ
ગાંધીનગર : ગાંધીનગર સહિત રાજ્યભરમાં વાહન માલિકો પોતાની પસંદગીના નંબર મેળવવા માટે લાખો રૃપિયા ખર્ચવા તૈયાર હોય છે. પોતાનો લકી નંબર, બર્થ ડેટ, લગ્નતિથિ કે અન્ય કોઈ મહત્વની તારીખ સાથે જોડાયેલા નંબર માટે બોલી લગાવવામાં આવે છે. આ જ કારણ છે કે આવા નંબરોની હરાજીમાંથી આરટીઓને કરોડોની આવક થાય છે.
તાજેતરમાં જ ગાંધીનગર આરટીઓ દ્વારા ડીલરોની નવી સિરીઝ
જીજે-૧૮-ઇએફ માટે પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં ગોલ્ડન નંબર, સિલ્વર નંબર, સિંગલ આંકડાના
નંબર, રજિસ્ટ્રેશન
ટેક્ષ, સીએનએ
અને સીએમ વગેરે જેવા મહત્વના નંબરોનો સમાવેશ થતો હતો. વાહનના નંબરોની હરાજી
પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે ઓનલાઈન ઓક્શન કરવામાં આવ્યું હતું.
રજિસ્ટ્રેશન બાદ બે દિવસ સુધી નંબરોની ઓનલાઈન ઓક્શનની પ્રક્રિયા ચાલી હતી.
આ હરાજીમાં કુલ ૪૩૯ ફોર વ્હીલર ચાલકોએ પસંદગીના નંબર લીધા
હતા. સૌથી વધુ બોલી ૧૧૧૧ નંબર માટે ૧૨ લાખ રૃપિયા બોલાઈ હતી આ ઉપરાંત, ૦૦૦૯ નંબર માટે
નવ લાખ, ૯૯૯૯
નંબર માટે ૫.૨૭ લાખ, ૦૫૫૫
નંબર માટે ૩.૪૦ લાખ, ૦૧૧૧
નંબર માટે ૩.૦૭ લાખ, ૦૦૨૧
નંબર માટે ૩.૦૧ લાખ, ૦૦૦૮
નંબર માટે ૨.૭૬ લાખ અને ૦૦૦૭ નંબર માટે ૨.૪૨ લાખની બોલી બોલાઈ હતી આ ઉપરાંત ૦૦૯૯
નંબર માટે ૨.૩૮ લાખની બોલી બોલવામાં આવી હતી. આ તમામ પસંદગીના નંબરોની હરાજી કરીને
આરટીઓને વધારાની ૧.૦૭ કરોડની વધારાની આવક થઇ છે.