Gujarat

રવિવારે ચંદ્ર રક્તવર્ણનો થશે , પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો દેખાશે

By GS TEAM
1 Sep 20251 min read
રવિવારે ચંદ્ર રક્તવર્ણનો થશે , પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો દેખાશે

તા. 7ની રાત્રે 8.59 થી તા. 8ની મધ્યરાત્રિના 2.25 વાગ્યા સુધી  પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ગ્રહણ : આ વખતે આ ખગોળીય ઘટના સમગ્ર ભારતમાં વાદળો વચ્ચે નહીં આવે ત્યાં જોવા મળશે

રાજકોટ, : આગામી તા. 7 સપ્ટેમ્બર અને રવિવારે ભાદરવી પુનમની રાત્રિના 8.58થી આ વર્ષનું છેલ્લુ પૂર્ણ ચંદ્રગ્રહણ (ટોટલ લુનાર એક્લિપ્સ) યોજાશે. રાત્રિના 2.25 વાગ્યે ગ્રહણનો મોક્ષ થશે. આ સમય ચંદ્ર રક્તવર્ણ (બ્લ્ડ મૂન)નો નજારો નિહાળવા મળશે.  જો કે જ્યાં વાદળો ઘેરાયેલા હશે ત્યાં આ દ્રશ્ય દુર્લભ થશે. ગત માર્ચમાં પણ ચંદ્રગ્રહણ યોજાયું હતું અને હવે આગામી માર્ચ- 2026માં તે યોજાશે પરંતુ, ત્યારબાદ પૂર્ણ  ચંદ્રગ્રહણ જોવા ડિસેમ્બર-૨૦૨૮ સુધી રાહ જોવી પડશે.

ચંદ્ર એ વેદ-ઉપનિષદમાં મનુષ્યના મનનો દ્યોતક મનાય છે અને સદીઓથી તેનું અનેરૂ મહત્વ રહ્યું છે અને પૃથ્વી પર તેનો ભૌતિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટો પ્રભાવ રહ્યો છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, તે સૂયના પ્રકાશથી તે શીતળ તેજ ધરતી પર વરસાવે છે. સૂર્યના પ્રકાશ અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય અને ત્રણેય એક સીધી લીટીમાં હોય ત્યારે પૃથ્વીના પડછાંયાથી ચંદ્રગ્રહણ સર્જાય છે. 

ભારતીય સમય મૂજબ રાત્રિના 8.58 થી શરૂ થનાર ચંદ્રગ્રહણનો મધ્યભાગ રાત્રે 11.41 મિનિટે અને મોક્ષ રાત્રે 2.24 મિનિટે થશે. આ વખતનું ગ્રહણ ભારતભરમાં દેખાશે જેને લઈને ખગોળશાસ્ત્રીઓ તેમજ જ્યોતિષશાસ્ત્રીઓમાં તેમજ ધાર્મિક સ્થળોએ તેનું અનેક રીતે મહત્વ છે.