Get The App

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી 1 - image

વડોદરાઃ અનગઢ પાસે રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જાણ કરનાર એક્સ આર્મીમેનની કરતૂતનો ભેદ તેના મોબાઇલ પરથી જ ખૂલ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

અનગઢના નવાપુરા ખાતેથી પસાર થતા ગુડ્સ ટ્રેનના ટ્રેક પરથી એક સપ્તાહ પહેલાં છ જેટલા બાંધેલા ફટાકડા મળતાં રેલવે પોલીસ અને વડોદરા શહેર પોલીસના અધિકારીઓ દોડતા થયા હતા.આ બનાવની જાણ પેટ્રોલિંગમાં નીકળેલા એક્સ આર્મીમેન મુસ્તાકઅહમદ શેખ(શેરખી,વડોદરા મૂળ અનંતનાગ,જ્મ્મુ) કરતાં નંદેસરી પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ ગુનાની તપાસ દરમિયાન એસીપી ડીજે ચાવડા અને નંદેસરી પીઆઇ એ મુસ્તાક અહમદ શેખનો મોબાઇલ પણ તપાસ્યો હતો.જે દરમિયાન ફટાકડા જે પોઝિશનમાં મળ્યા તેથી જુદી પોઝિશનના ફટાકડાના ફોટા જોઇ પોલીસને શંકા પડી હતી.આ ઉપરાંત નજીકમાં ફૂટેલા ફટાકડા પણ મળી આવ્યા હતા.કર્મચારીએ તેની સારી કામગીરી દેખાય તે માટે ફૂટેલા ફટાકડા લાવી ગોઠવી દીધા હતા.

પોલીસે એક્સઆર્મીમેનની પૂછપરછ કરતાં તેણે નોકરીમાં એક્ટેન્શન મળે તે હેતુથી આ કૃત્ય આચર્યું હોવાની વિગતો કબૂલી હતી.તેને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા.

એક્સ આર્મીમેનની તપાસ માટે પોલીસ જમ્મુ પહોંચી,દિલ્હી પણ તપાસ કરશે

એક્સ આર્મીમેનની વધુ તપાસ માટે નંદેસરી પોલીસની એક ટીમ જમ્મુ પહોંચી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે,એક્સ આર્મીમેન અનંતનાગ ખાતે રહે છે અને જમ્મુમાં ફરજ બજાવી ચૂક્યો છે.જેથી તેના ભૂતકાળની તપાસ કરવા માટે ત્યાંના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.પરંતુ કોઇ વાંધાજનક જાણકારી હજી મળી નથી.આવી જ રીતે પોલીસ દ્વારા એક્સ આર્મી માટે નોકરી અને અન્ય સવલતો પુરી પાડતી સંસ્થાનો પણ સંપર્ક કરનાર છે.