Gujarat

ખાણ ખનીજ વિભાગે 40 કેસ કરી રૂપિયા 56.20 લાખનો દંડ વસૂલ્યો

By GS TEAM
16 Sep 20251 min read
ખાણ ખનીજ વિભાગે 40 કેસ કરી રૂપિયા 56.20 લાખનો દંડ વસૂલ્યો

- ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા તત્ત્વો સામે તંત્રની લાલ આંખ

- પાછલા બે માસમાં ખનીજ ચોરીના કુલ 70 કેસ, 92 લાખથી વધુનો દંડ ફટકાર્યો

ભાવનગર : ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓગસ્ટ માસમાં ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા તત્ત્વો સામે લાલ આંખ કરી હતી. ઓગસ્ટ માસ દરમિયાન તંત્રએ ૪૦ કેસ કર્યા હતા અને અર્ધો કરોડથી વધુનો દંડ વસૂલ્યો હતો.

ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખોદકામ, વહન અને સંગ્રહની થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રિય તપાસ ટીમે ગત ઓગસ્ટ માસમાં ખનીજ રોયલ્ટી ભર્યા વિના ખનીજનું વહન કરી રહેલા ૪૦ વાહનને પકડી પાડી રૂા.૫૬.૨૦ લાખની રકમનો દંડ વસૂલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જુલાઈ માસમાં ૩૦ કેસ, ૩૫.૯૪ લાખનો દંડ અને ઓગસ્ટમાં ૪૦ કેસ અને ૫૬.૨૦ લાખનો મળી પાછલા બે માસમાં કુલ ૭૦ કેસ અને ૯૨.૧૦ લાખની રકમ વસૂલી હતી.