Get The App

રાતે ૩ વાગ્યે બનતું ભોજન બાળકોને બપોરે પીરસાય છે

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
રાતે ૩ વાગ્યે બનતું ભોજન બાળકોને બપોરે પીરસાય છે 1 - image


આ તે મધ્યાહન ભોજન, કે મધરાત ભોજન?! : બપોરા યોજનાનું ખાનગીકરણ રોકવા, કાચી સામગ્રીના પૂરતો જથ્થો નિયમિત આપવા, આકસ્મિક ઘટનાનું વળતર આપવા રજૂઆત

પોરબંદર, : પોરબંદરમાં પી.એમ. પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ રોકવા તથા પૂરતું વેતન આપવા સહિત છ જેટલા મુદ્દાઓ બાબતે જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. 

પી.એમ. પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ રાજ્ય સરકારના નિયુકત માનદ સેવક તરીકે રાજ્યની 32000 શાળાઓમાં આવેલ કિચન કમ શેડ કિચન ગાર્ડનમાં સેવા આપતા સૌથી નાના કર્મચારીઓ છે. રાજ્યમાં 1984થી મધ્યાહ્ન ભોજનની યોજના અમલમાં છે, જેમાં બાળકોને તાજું પૌષ્ટિક ભોજન બનાવીને આપવામાં આવે છે પરંતુ આ યોજનામાં ખાનગી ટેન્ડર આપી 40થી 50 કિલોમીટર દૂરથી મોડી રાત્રે 3 વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે 2 વાગ્યે લાખો બાળકોને પીરસવામાં આવતું હોવાથી સંઘ દ્વારા તેને રોકવા માગણી કરાઇ છે. 

આ યોજનામા પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી તેલ- કઠોળ- દાળ સહિતની કાચી સામગ્રી સમયસર આપવા, આઠ કલાક સખત શ્રમ કરનાર રસોઇયાને માત્ર રૂા.  37590ના અપાતા માનદ વેદનને બદલે પૂરતું વેતન આપવા, રસોઇયાને દાઝી જવા સહિતની ઘટનામાં સંપૂર્ણ ઇલાજ રાજ્ય સરકારના ખર્ચે થાય તેવી જોગવાઇ ઉપરાંત આ યોજનાના કર્મીઓને શ્રમ અને રોજગાર વિભાગના શ્રમિકોને મળતાં તમામ લાભો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. 

Tags :