Get The App

સાડા ચાર વર્ષ કંઈ શીખ્યા નહી હવે ટર્મ પુરી થવાના પાંચ માસ બાકી ત્યારે સુરતના મેયર સહિતના કોર્પોરેટરનો મસૂરી ખાતે પ્રશિક્ષણ શિબિર

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
સાડા ચાર વર્ષ કંઈ શીખ્યા નહી હવે ટર્મ પુરી થવાના પાંચ માસ બાકી ત્યારે સુરતના મેયર સહિતના કોર્પોરેટરનો મસૂરી ખાતે પ્રશિક્ષણ શિબિર 1 - image


Surat Corporation : સુરતના મેયર, પાલિકાના પદાધિકારીઓ સહિત શાસક પક્ષના 96 કોર્પોરેટરો મસુરી ખાતે ખાસ પ્રશિક્ષણ શિબિર માટે ઉપડી ગયા છે. આ કોર્પોરેટરો પહેલા સંસદના ચોમાસા સત્ર તથા રાષ્ટપતિ ભવનની મુલાકાત લેશે અને ત્યારબાદ મસૂરી ખાતે ખાસ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેશે. પાલિકાની ટર્મ પુરી થવા આડે માંડ પાંચ મહિના જેટલો સમય બાકી છે ત્યારે અચાનક ખાસ તાલીમ લેવા માટે ઉપડ્યા છે તેથી આશ્ચર્ય થયું છે. ભાજપના આ કોર્પોરેટરો આગામી ચાર દિવસ માટે સુરતમાં ન હોય રજૂઆત કે ફરિયાદ કરનારાઓ પાલિકામાં જય તો ધરમ ધક્કા થઈ શકે છે. 

સુરત મહાનગરપાલિકા ચૂંટાયેલી પાંખ તરફનો ભાગ પાલિકામાં ખાલી ખાલી જોવા મળી રહ્યો છે. પાલિકામાં કેટલાક લોકો ફરિયાદ લઈને તો કોઈ રજૂઆત લઈને આવ્યા હતા પરંતુ પાલિકાના પદાધિકારીઓ, વિવિધ સમિતિના અધ્યક્ષ કે ચૂંટાયેલા કોર્પોરેટરો ન હોવાથી તેઓ ફરિયાદ કરે રજૂઆત કરી શક્યા ન હતા. અનેક લોકો રજુઆત કરવા આવ્યા ત્યારે ખબર પડી હતી કે સુરતના મેયર, પદાધિકારીઓ, વિવિધ સમિતિઓના ચેરમેન સહિત 96 કોર્પોરેટરો દિલ્હી પ્રવાસે ઉપડી ગયા છે. લોકોને એ જાણીને પણ આશ્ચર્ય થયું હતું કે આગામી ચાર પાંચ મહિનામાં ટર્મ પૂરી થવા જઈ રહી છે પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરે મસૂરી ખાતે જઈને ખાસ પ્રશિક્ષણ લેશે. 

હાલમાં પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ આક્ષેપ કરે છે તેનો ભૂતકાળ જેવો જવાબ આપવામાં વર્તમાન કોર્પોરેટરો ઝીરો સાબિત થયા છે. જવાબ આપી શકતા ન હોવાથી હોબાળો મચાવી સભા પૂરી કરી દેવામાં આવે છે. હાલ જે કોર્પોરેટરોના પરફોર્મન્સ છે તે જોતાં 40 ટકા જેટલા લોકોને ટીકીટ નહી મળે તેવી શક્યતા છે. આવા સમયે આ કોર્પોરેટરોને પ્રશિક્ષણ આપવાનો શું ફાયદો ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. 

હવે આ આખું અઠવાડિયું રજુઆત કરનારાઓ માટે તો ઠીક પણ જે લોકો સ્મીમેર કે મસ્કતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે તેવા લોકોને ફી માફી માટે પણ મોટી સમસ્યા થઈ શકે છે. તેઓએ વિપક્ષ પાસે ફી માફીનો આધાર રાખવો પડે તેવી શક્યતા છે.

Tags :