ઉમરાળામાં વૃદ્ધાને છરી ઝિંકી દેનાર શખ્સે પકડવા ગયેલી પોલીસને પણ છરી મારી
- ઉમરાળા પોલીસકર્મીઓ પર છરી વડે હુમલાનો ચકચારી બનાવ
- ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સારવાર હેઠળ, આરોપીની અટક
ઉમરાળાના ચબુતરાવાળી શેરીમાં રહેતા અશોકભાઈ દેવરાજભાઈ સિદ્ધપુરા બે દિવસ પૂર્વે બપોરના સમયે પોતાનું સ્કુટર ઘરની પાછળના ભાગે મુકવા જતાં હતા ત્યારે તેમની બાજુમાં રહેતા મુન્નાભાઈ સાગરભાઈ ચારોલાએ અગાઉ થયેલી બોલાચાલીની દાઝે તેમના પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવના આરોપી ઉમરાળા ખાતે હોય જેની બાતમીના આધારે ઉમરાળા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ટેમુભા ગોહિલ અને મહેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ તથા ડ્રાઈવર ગીરીરાજસિંહ વનરાજસિંહ ગોહિલ પોલીસવાન લઈને આરોપીને પકડવા માટે ગયા હતા. જ્યાં આરોપી શાંતિથી પોલીસવાનમાં બેસી ગયો હતો અને થોડાં અંતરે વાન પહોંચતા આરોપીએ પોતાની પાસે છૂપાવેલી છરી વડે પોલીસ કોન્સ્ટેબપ વિજયસિંહ, મહેન્દ્રસિંહ અને ડ્રાઈવર ગીરીરાજસિંહ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ત્રણેયને સારવારઅર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા હતા. બીજી ઉમરાળાના વૃદ્ધા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા શખ્સને પોલીસે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.