Get The App

જૈન વૃધ્ધાનાં ઘરમાં હાથફેરો કરનાર શખ્સ તેની સહેલીનો પુત્ર નીકળ્યો!

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
જૈન વૃધ્ધાનાં ઘરમાં હાથફેરો કરનાર શખ્સ તેની સહેલીનો પુત્ર નીકળ્યો! 1 - image


ગોંડલમાં રૂા.3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

મોજશોખ પૂરા કરવા હતા! અગાઉ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી બીજો પ્રયાસ સફળ થયો, રૂા.૧.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે

ગોંડલ: અહીં ભોજરાજપરા વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાંથી રૂ. ૩.૪૮ લાખની મત્તાની અગાઉ થયેલી ચોરીનો ભેદ ગણતરીનાં  દિવસોમાં ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાંખ્યો છે. વુધ્ધાના ઘરમાંથી તેની બહેનપણીના પુત્રએ જ હાથફેરો કર્યો હતો. પોલીસે તેને ઝડપી લઇ તેની પાસેથી રૂ.૧.૯૧ લાખની મત્તા કબજે કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ભોજરાજપરાના વૃંદાવનનગરમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા ભાવનાબેન રમેશભાઇ દોશીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલિસમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા-૧૬/૫ના સવારના સાડા છ વાગ્યે તેઓ ધારી ખાતે  ઉપવાસ પારણાના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી ગોંડલ પરત આવતા મકાનના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. જેથી મકાનમાં તપાસ કરતા રૂ. ૨.૧૦ લાખની રોકડ અને આશરે રૂ. ૧.૩૮ લાખના દાગીના મળી કુલ રૂ.૩.૪૮ લાખની મત્તાની ચોરી થઇ ગયાની જાણ થતાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી.

ચોરીના આ બનાવને લઇ  એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલના તથા ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીદારો મારફતે હકીકત મેળવતા એક શંકાસ્પદ શખ્સ એક્ટિવા મોટરસાયકલ સાથે બનાવ સમયે બનાવ સ્થળે હાજર હોવાની જાણ થઇ હતી. વાહન અંગે પોકેટકોપથી માહિતી મેળવી વાહનની વોચ ગોઠવતા ગોંડલના આશાપુરા ચોકડી નજીક મામાદેવના મંદિર પાસેથી કુલ રૂ. ૧,૯૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે મનન ઉર્ફે મન રશ્મિકાંત કોઠારી (ઉ.વ.૨૧ રહે.નાનીબજાર, શ્રીમાળી શેરી, દેરાશેરી, ગોંડલ)ની ઉઠાવી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપી હતી.

ચોરીમાં ઝડપાયેલો શખ્સ ભાવનાબેનની બહેનપણીનો પુત્ર છે. તેનો વૃદ્ધાના ઘરે આવરો જાવરો હોવાથી રોકડ અને દાગીના અંગે તેની પાસે બધી માહિતી હતી. જેથી પોતાના મોજશોખ પુરા કરવા તેણે તક મળતા જ  ઘરમાં હાથફેરો કરી લીધો હોવાની કબૂલાત આપી હતી. મનન ઉર્ફ મને ત્રણ મહીના પહેલા ભાવનાબેનનાં ઘરે રાત્રીનાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, જે અંગે ભાવનાબેન પોલીસમાં જાણ કરી હતી.


Tags :