Gujarat

પૂના ફરવા ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તૂટયા

By GS TEAM
5 Jul 20251 min read
પૂના  ફરવા ગયેલા  પરિવારના બંધ મકાનના તાળા તૂટયા

વડોદરા,પૂના ફરવા ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા ૬૦ હજાર ચોરી ગઇ હતી.

તરસાલી વિશાલ નગરમાં રહેતા ચંદ્રકાંતભાઇ પ્રભુદાસભાઇ સિદ્ધપુરા પત્ની સાથે રહે છે. તેમનો નાનો દીકરો નિકુલ પત્ની અને બાળકો સાથે સોમા તળાવ વેદાંત રેસિડેન્સીમાં રહેતો હતો. જ્યારે મોટો દીકરો મોહિત તેની પત્ની સાથે યુ.કે. માં રહે છે. ગત ૨૬ મી જૂને રાતે ૧૧ વાગ્યે તેઓ મકાનને લોક કરીને પરિવાર સાથે  પૂના ફરવા ગયા હતા અને ૧ લી તારીખે ઘરે પરત આવ્યા હતા. ઘરે આવ્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો ચોર ટોળકી ઘરમાંથી સોનાના ત્રણ તોલા વજનના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડા ૬૦ હજાર ચોરી ગઇ હતી. જે અંગે ચંદ્રકાંતભાઇએ મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે,  હાલમાં સોનાનો એક તોલાનો ભાવ અંદાજે ૧ લાખ છે. જ્યારે પોલીસે સોનાનો ભાવ માત્ર ૩૦ હજાર જ ગણ્યો છે.