ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી
હાલ ડેમની જળ સપાટી ૧૩૧.૦૨ મીટર ઃ ડેમના તમામ ગેટ હજી બંધ છ
રાજપીપળાનર્મદા ડેમના ઉપરવાસમા ભારે વરસાદ થવાથી ડેમમાં પાણીની જોરદાર આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી ૧૩૧.૦૨ મીટર છે.
હજી તાજેતરમાં જ ડેમના ઉપરવાસમાં મુસળધાર વરસાદ થવાથી પાણીની ધરખમ આવક થતા ડેમના ૧૫ ગેટ ખોલવામાં આવ્યા હતા, એ પછી વરસાદ થંભી જતા ગેટ તબકકાવાર બંધ કરાયા હતા.
ઉપરવાસમાં હાલ વરસાદ ચાલુ હોવાથી ૧,૨૩,૬૮૬ ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં સપાટી વધી છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હજી ડેમ સંપૂર્ણ ભરાય તે આડે આશરે ૭ મીટર છેટું છે. પાણીની આવક ચાલુ રહેવાથી રિવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ કરાયા છે. જેથી નદીમાં ૫૫૯૬૯ ક્યુસેક પાણી જઈ રહ્યું છે. હાલ ડેમના તમામ ગેટ બંધ છે.