Gujarat

આજવા સરોવરની સપાટી ૨૧૨.૫૦ ફૂટે સ્થિર કરાશે

By GS TEAM
6 Sep 20251 min read
આજવા સરોવરની સપાટી ૨૧૨.૫૦ ફૂટે સ્થિર કરાશે

વડોદરા,વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરના ૬૨ દરવાજામાંથી હજી પાણી છોડવાનું ચાલુ છે. આજવાની સપાટી ૨૧૨.૫૦ ફૂટે સ્થિર કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

સાંજે આજવાની સપાટી ૨૧૨.૮૪ ફૂટ હતી. હાલ પ્રતાપપુરા સરોવરનું પાણી ૨ રેડિયલ ગેટ બંધ કરીને રોક્યું છે. વરસાદ થંભી જાય અને સ્થિતિ પૂર્વવત થાય તે પછી પ્રતાપપુરાનું પાણી આજવામાં ઠાલવવામાં આવશે. 

હાલ નદીમાં પાણીનું લેવલ ન વદે તેની તકેદારી રાખવાની સાથે સાથે આજવામાં પીવાનું પાણી દશ મહિના સંગ્રહી રાખવું પણ જરૃરી છે, એમ તેમણે કહ્યું હતું. હવામાનની આગાહી, ગાઈડલાઈન અને નવલાવાલા કમિટીના અભિપ્રાય મુજબ આજવાનું રૃલ લેવલ ૨૧૨.૫૦ ફૂટ જાળવવું પડે, અને તે મુજબ સૂચના આપી દેવાઈ છે. છેલ્લા દશ વર્ષના વરસાદના આંકડા જોતા આ વખતે આજવા અને ઉપરવાસમાં વરસાસદ વધુ છે.