જામનગરના જૈન સમાજે તત્કાલીન એસપીના યોગદાનને બિરદાવ્યું : સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ-વેપારીઓનો ઉમળકાભેર પ્રતિસાદ
Jamnagar Police : જામનગરના જૈન અગ્રણી અને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા દ્વારા આયોજિત જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) પ્રેમસુખ ડેલુના વિદાય સમારંભમાં જૈન સમાજનું વિશેષ બહુમાન જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ઉમળકાભેર ઉપસ્થિત રહીને એસપીની સેવાઓને બિરદાવી હતી.
આ પ્રસંગે પોલીસ તંત્ર પ્રત્યે સકારાત્મક પ્રતિભાવ આપતા, જૈન સમાજના પ્રતિનિધિઓએ એસપીના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભરતભાઈ વસા, રાજુભાઈ શાહ, વી.પી.મહેતા, ભરતભાઈ પટેલ, વિજયભાઈ સંઘવી, જીનેશભાઈ શાહ, ભરતેસભાઈ શાહ, દિલીપભાઈ મકિમ, શરદભાઈ શેઠ, મહેન્દ્રભાઈ ધનાણી, વિજયભાઈ શેઠ, અજયભાઈ શેઠ, સંજયભાઈ ટોલીયા, પારસભાઈ મોદી, જતીનભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, જસ્મીનભાઇ કામદાર, જયુભાઈ ઠક્કર, નિલેશભાઈ પુનાતર, પુનિતભાઈ શેઠ, અલ્પેશભાઈ સંઘવી, બ્રિજેશભાઈ વોરા, પિયુષભાઈ પારેખ, મિલનભાઈ દોઢયા, કિરીટભાઈ મહેતા, કૃણાલભાઈ ઠક્કર, સુરેશભાઈ વસા, વિજયભાઈ મહેતા, યોગેશભાઈ દોશી, શૈલેષભાઈ મહેતા, કેતનભાઇ શાહ, રક્ષિતભાઈ શેઠ અને બિમલ ઉદાણી સહિતના તમામ અગ્રણીઓએ એસપીને તેમના ભવિષ્યના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં નિલેશ કગથરાએ એસપીની સમાજ પ્રત્યેની સેવા અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજ અને પોલીસ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.