વડોદરા, તા. 28 જન્યુઆરી 2019 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ મકાનોની યોજનાના કામો ચાર વર્ષે પણ પૂરા નહીં કરનાર કોન્ટ્રાક્ટ એમ વી ઓ મનીની બેંક ગેરંટી ડિપોઝિટ બાકી પેમેન્ટ વગેરે મળી આશરે 24 કરોડ કોર્પોરેશન જમા લઈ લેશે. જોકે શહેરી ગરીબોના મકાનો રાજીવ આવાસ યોજનાના મકાનો અને મુખ્યમંત્રી ગૃહ યોજના 6314 જેટલા મકાનો રૂપિયા 640 કરોડમાં તૈયાર થવાના છે.
આ મકાનો 18 મહિનામાં તૈયાર કરી દેવાના હતા. જે થયા નહીં અને એમ લિમિટ પૂરી થઈ ગયાને બેથી અઢી વર્ષ થઈ ગયા છે. તોપણ મકાનોમાં કામ અધૂરા છે. આ પ્રકરણમાં તપાસ સમિતિનો હજી ફાઈનલ રિપોર્ટ આવ્યો નથી. મકાનો કલ્યાણ નગર સહકાર નગર અટલાદરા તાંદલજા અને સયાજીપુરામાં બની રહ્યા છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટરે મકાનોની બાકી કામગીરી તેમના સબ કોન્ટ્રાક્ટરો પાસે પુરા કરાવી લેવાની લેખિત બાંયધરી આપી છે.
જે કોર્પોરેશનના નિયમ મુજબ થઈ શકે નહીં આમ જણાવી વિરોધ પક્ષ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરવા બદલ ટર્મિનેટ કરવા કોર્પોરેશનની થયેલા નુકસાનની વસુલાત કરવા સબ કોન્ટ્રાક્ટરોને કામ નહીં શકો અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને કામો પૂરા કરવા માગણી કરી છે.


