Get The App

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી 1 - image


કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા પોલીસ એકશન મોડ પર

મોડસ ઓપરેન્ડી બ્રાંચ દ્વારા મિલકત, શરીર સંબંધી અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ અટકે તે માટે કાર્યવાહી

સુરેન્દ્રનગર - કુખ્યાત ગુનેગારો વિરૃદ્ધ સ્થાનિક પોલીસની કામગીરી નબળી બનતા અંતે પોલીસ વડાએ બાયો ચડાવી છે. એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી જિલ્લામાં શરીર સંબંધી, મિલકત સંબંધી, બળજબરીથી રૃપિયા પડાવવા, વ્યાજખોરી, ગેરકાયદે ખનન સહિતના ગુના અટકાવવા માથાભારે શખ્સો દ્વારા કરેલા ગુનાઓની માહિતી એકત્ર કરી જિલ્લા મોડસ ઓપરેન્ડી બ્રાંચ (એમ.ઓ.બી. વિભાગ) દ્વારા માથાભારે શખ્શોની હિસ્ટ્રીશીટ ખોલી કાર્યવાહી હાથ ધરી છે.

મોડસ ઓપરેન્ડી બ્રાંચે સુરેન્દ્રનગર સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન મૂળી પોલીસ સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ૧૩ શખ્સોના ગુનાહિત ઇતિહાસની યાદી તૈયાર કરી આરોપીના નજીકના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. હવે આ પોલીસ સ્ટેશન તેમજ નાઇટ પેટ્રોલિંગ ટીમને ગુનેગારોના ઘર, તેમના ધંધાકીય વ્યવસાયો સમયસર ચેક કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. હિસ્ટ્રીશિટરોને પોલિસ સ્ટેશનને બોલાવી તેમની હાજરીઓ ભરવામાં આવશે તેમજ ચેકિંગ દરમિયાન જોઇ કોઇ ગુનેગાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તેમની સામે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવશે.

અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ ૧૩ હિસ્ટ્રીશીટરો

(૦૧) રવિભાઇ રાજુભાઇ ઝીંઝુવાડીયા, ઉ.વ.૨૫ રહે.પોપટપરા, સુરેન્દ્રનગર (એ-ડિવિઝન પો.સ્ટે.વિસ્તાર), ગુના-૦૨, ઘરફોડ ચોરી

(૦૨) રૃષીરાજસિંહ ઉર્ફે રૃષી જીતેન્દ્રસિંહ પરમાર, ઉ.વ.૧૯ રહે.નવા ૮૦ ફૂટ રોડ, વઢવાણ (બી-ડિવિઝન પો.સ્ટે.વિસ્તાર), ગુના-૦૪, પ્રોહિબીશન, મારામારી, બળજબરીથી નાણા કઢાવવા

(૦૩) હિતેષભાઇ મયાભાઇ ગમારા ભરવાડ ઉ.વ.૩૭ રહે.કુંભારપરા શેરી નં.૦૭, સુરેન્દ્રનગર (એ-ડિવિઝન પો.સ્ટે.વિસ્તાર), ગુના-૦૪, ખુન, ખુનની કોશીશ, લુંટ અને મારામારી

(૦૪) રામાભાઇ વિરમભાઇ ભરવાડ ઉ.વ.૭૫ રહે.સરા તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર), ગુના-૦૨, મારામારી

(૦૫) લખમણભાઇ ઉર્ફે બકાભાઇ ચોથાભાઇ બાંભવા ભરવાડ ઉ.વ.૫૦ રહે.વગડીયા તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૩, ખુન અને ખનીજ ચોરી

(૦૬) શિવરાજસિંહ ઉર્ફે શીવો રાજેન્દ્રસિંહ પરમાર, ઉ.વ.૨૪ રહે.ગઢાદ તા. મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૪, પ્રોહિબીશન, મારામારી, આર્મ્સ એક્ટ

(૦૭) ગોપાલભાઇ રામાભાઇ ભરવાડ ઉ.વ.૩૮ રહે.સરા તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૩, મારામારી

(૦૮) નરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર, ઉ.વ.૨૭ રહે.શેખપર તા. મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૩, ખુનનો પ્રયાસ અને પ્રોહિબીશન

(૦૯) બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા, ઉ.વ.૩૯ રહે.નાડધ્રી તા. મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૪, પ્રોહિબીશન અને વ્યાજખોરી

(૧૦) મયુરભાઇ તુલશીભાઇ મકવાણા, ઉ.વ.૨૫ રહે.સરા તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૪, લુંટ, મારામારી અને પ્રોહિબીશન

(૧૧) ઉદય દાદભાઇ કરપડા, ઉ.વ.૩૧ રહે.કળમાદ તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૬, ખુનની કોશીશ, હથિયારધારા, મારામારી

(૧૨) દેવેન્દ્રભાઇ ઉર્ફે ડેન્ડુ ભરતભાઇ બોરીચા ઉ.વ.૨૬ રહે.સુદામડા, તા.સાયલા (સાયલા પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૭, ખુનની કોશીશ, ઈંગ્લીશ દારૃ

(૧૩) દશરથસિંહ ઉર્ફે દશુ ચંદુભા ઝાલા, ઉ.વ.૨૯ રહે.સુદામડા, તા.સાયલા (સાયલા પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૬, ઈંગ્લીશ દારૃનું વેચાણ, ખુન અને ખુનનો પ્રયાસ

અન્ય તાલુકાના માથાભારે શખ્શોની પણ હિસ્ટ્રીશીટ ખોલવા માંગ

મોડસ ઓપરેન્ડી બ્રાંચે સુરેન્દ્રનગર સીટી-એ ડિવિઝન, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, મુળી પોલીસ સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ૧૩ શખ્સોના ગુનાહિત ઇતિહાસની યાદી તૈયાર કરી છે. ત્યારે ચોટીલા, થાન, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી સહિતના તાલુકાઓમાં પણ અલગ અલગ ગુનામાં અનેક શખ્સો સંડોવાયેલા છે. જેમની સામે પણ પોલીસ દ્વારા માહિતી એકત્ર કરી હિસ્ટ્રીશીટ ખોલી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

જિલ્લામાં હાલ ૧૫૦ એક્ટિવ હિસ્ટ્રીશીટર

જિલ્લામાં ૧૫૦થી વધુ હિસ્ટ્રી સીટર એક્ટિવ છે જેમના પર અંકુશ રાખવા વોચ ગોઠવી વર્તમાન કામની વિગતો સહિતની તપાસ કરીને તેનો રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે. જેમાં ચાલુ મહિના નવા ૧૩ ગુનેગારોની હિસ્ટી ખોલવામાં આવી છે. જેઓના ગુનાઓની યાદી નજીકના પોલીસ સ્ટેશનમાં આવી છે.

 

 

Tags :