Gujarat

વડોદરામાં સીઝનનો સૌથી વધુ વરસાદ 10.5 ડભોઇમાં, સૌથી ઓછો ડેસરમાં દોઢ ઇંચ

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેર-જિલ્લામાં હજી વરસાદ મન મૂકીને વરસતો નથી. પરિણામે ઉકલાટ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કરજણ ખાતે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સીઝનનો સૌથી વધુ વરસાદ 10.5 ડભોઇમાં, સૌથી ઓછો ડેસરમાં દોઢ ઇંચ

Vadodara Rain Update : વડોદરા શહેર-જિલ્લામાં હજી વરસાદ મન મૂકીને વરસતો નથી. પરિણામે ઉકલાટ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કરજણ ખાતે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે વડોદરા તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કે ડેસર તાલુકો કોરો રહ્યો હતો. વડોદરા જિલ્લામાં કુલ 10.81 ટકા જેવો સિઝનનો વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં સાવલી તાલુકો સાવ કોરો કટ રહ્યો હતો પરંતુ સીઝનનો કુલ વરસાદ બે ઇંચથી વધુ રહ્યો છે. જ્યારે કરજણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અડધા ઇંચથી વધુ અને વડોદરા તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો. જ્યારે વાઘોડિયામાં માત્ર ઝરમર છાંટા પડ્યા હતા. જોકે ડભોઇમાં અડધા ઇંચથી પણ ઓછો અને શિનોરમાં અડધા ઇંચથી પણ ઓછો નોંધાયો હતો. આવી જ રીતે સાવલીમાં સીઝનનો કુલ વરસાદ બે ઈચથી વધુ, વડોદરા તાલુકામાં કુલ 3.50 ઇંચ, વાઘોડિયામાં અઢી ઇંચ, જ્યારે ડભોઇમાં 9.50 ઇંચ, કરજણમાં સાડા ચાર ઇંચ, સિનોરમાં બે ઇંચ થી વધુ અને ડેસરમાં દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે.