Gujarat

હાઈકોર્ટે નો સ્થિતિ જાળવી રાખવાનો હુકમ છે, શાહપુરમાં બાગબાન સાઈટનુ કામ ચાલુ રખાતા હાઈકોર્ટનું ધ્યાન દોરાશે

By GS TEAM
15 Oct 20251 min read
હાઈકોર્ટે નો સ્થિતિ જાળવી રાખવાનો હુકમ છે, શાહપુરમાં બાગબાન સાઈટનુ કામ ચાલુ રખાતા હાઈકોર્ટનું ધ્યાન દોરાશે

  અમદાવાદ,બુધવાર,15 ઓકટોબર,2025

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસે બાગબાન નામની સાઈટમાં  ગુજરાત હાઈકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે. કોર્પોરેશને બાંધકામ માટે આપેલી રજા ચિઠ્ઠી રદ કરી છે.આમ છતાં બાંધકામ ચાલુ રખાતા હાઈકોર્ટનું ધ્યાન દોરવા તથા કોર્પોરેશનના બેદરકાર અધિકારીઓની જવાબદારી નકકી કરવા ટાઉન પ્લાનિંગ કમિટીમા અધિકારીઓને નિર્દેશ અપાયો છે.

શાહપુરમાં કામા હોટલ રોડ ઉપર બની રહેલી બાગબાન નામની સાઈટ અને અશાંતધારાનો વિવાદ છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.બાંધકામની સાઈટની જગ્યાની માલિકી સંજય શેઠના નામે બોલે છે.જયારે રહેબર ડેવલપરના ભાગીદારી પેઢીના નામે બાંધકામ ચાલી રહયુ છે.જેમાં ભાગીદારીમાં ૯૦ ટકા હીસ્સો પઠાણ આદિલખાન રસ્તિમખાન,૫ ટકા હિસ્સો મુજીબખાન પઠાણ  અને ૫ ટકા હિસ્સો જૈમિન ભરવાડના નામે છે.આ બાંધકામ માટે સંજય શેઠ અને રહેબર ડેવલપર્સના નામે કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવવામા આવી હતી.જો કે કેટલાક નિયમોનો ભંગ કરાતા સપ્ટેમ્બર-૨૪માં આ બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.જે પછી દંડ વસૂલી સીલ ખોલી અપાયુ હતુ.ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા અંશાતધારાની પરવાનગી મામલે બાંધકામ માટે અપાયેલી રજા ચિઠ્ઠી રદ કરવા રજૂઆત કરાઈ હતી.બીજી તરફ હાઈકોર્ટે પણ અશાંતધારા મામલે નવેસરથી નિર્ણય કરવા માટે નિર્દેશ આપ્યો હતો.હાલમાં સાઈટ ઉપર ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામા આવતા ટી.પી.કમિટીમાં બાંધકામને અટકાવી હાઈકોર્ટને જાણ કરવા કહેવાયુ છે.