ગુજરાત હાઈકોર્ટે 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી, કડી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો
દુષ્કર્મની ઘટના બાદ પીડિતાને હાલમાં 18 અઠવાડિયાનો ગર્ભ છે
અમદાવાદઃ દુષ્કર્મની ઘટના બાદ પીડિતાને હાલમાં 18 અઠવાડિયાનો ગર્ભ છે. મામલો હાઈકોર્ટમાં જતાં કોર્ટે 16 વર્ષ 8 મહિનાની દુષ્કર્મ પીડિતાને મેડિકલ કેસ પેપર્સ જોયા બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. દુષ્કર્મના આરોપી સામે કડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે.
હાઈકોર્ટે સગીરાની ગર્ભપાત માટેની અરજી સ્વીકારી
પીડિતાના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, પીડિતાની ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી માટેની એપ્લિકેશન હતી અને કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પીડિતાની ઉંમર 16 વર્ષ છે અને તેને18 સપ્તાહનો ગર્ભ હતો. આ અરજીને નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. મહેસાણાની સગીરાની ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી સ્વીકારાઈ હતી. આ સગીરાની ઉંમર 16 વર્ષ અને ત્રણ મહિના છે અને સગીરાને 18 મહિનાનો ગર્ભ છે.