Get The App

સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ

Updated: Mar 3rd, 2022

GS TEAM


Google News
Google News
સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ 1 - image


- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઇ

ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર

અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરેલ છે. 

- નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના ૬૦ થી ૮૦ વર્ષના લાભાર્થીઓને હાલ ૭૫૦ માસિક પેન્શ્ન આપવામાં આવે છે. જેમાં ૨૫૦નો વધારો કરી ૧૦૦૦ માસિક પેન્શકન આપવામાં આવશે. ૮૦ વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ ૧૦૦૦ માસિક પેન્શ ન આપવામાં આવે છે. જેમાં ૨૫૦નો વધારો કરી ૧૨૫૦ માસિક પેન્શાન આપવામાં આવશે. જેનો લાભ આશરે ૧૧ લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે જોગવાઇ ૯૭૭ કરોડ.

- રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શઆન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શરન યોજનામાં લાભાર્થીઓને હાલ ૬૦૦ માસિક પેન્શઆન આપવામાં આવે છે. જેમાં ૪૦૦નો વધારો કરી ૧૦૦૦ માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ ૩૫ કરોડ.

Tags :