Gujarat

ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે 3-30 વાગ્યે ખુલશે

By GS TEAM
18 Oct 20251 min read
ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે 3-30 વાગ્યે ખુલશે

- દિવાળી તહેવારને લઇ દર્શનના સમયમાં ફેરફાર

- યાત્રાધામમાં સવારે 4 વાગ્યે આરતી થશે : દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટશે

ચોટીલા : દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યનાં યાત્રાધામોમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. ચોટીલા ચામુંડા ધામ ડુંગર મંદિર ખાતે સપરના દિવસો દરમ્યાન દર્શન તથા આરતી, ભોજન પ્રસાદના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચોટીલા ડુંગર ઉપર માતાજીનાં મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે તા.૨૨/૧૦થી તા.૨૬/૧૦ સુધી ડુંગર પગથિયાંના દ્વાર વહેલી સવારે ૦૩-૩૦ વાગ્યે ખૂલી જશે. અને પરોઢની આરતીનો સમય સવારે ૪-૩૦ વાગ્યાનો રહેશે.

તા. ૨૭ ને કારતક સુદ ૧૪થી તા. ૪/૧૧ સુધી ડુંગર પગથીયાં ના દ્વાર સવારે ૦૪-૩૦ વાગ્યે ખૂલી જશે તથા સવારની આરતી ૦૫-૦૦ વાગ્યે થશે. કારતકી પૂનમના દિવસે પગથિયાંનો દ્વાર વહેલી સવારે ૧-૩૦ વાગ્યે ખૂલી જશે અને સવારની આરતી ૦૨-૦૦ વાગ્યે થશે. મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદ રાબેતા મુજબ બપોરે ૧૧-૦૦થી ૦૨-૦૦ તેમજ સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે.