Get The App

બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી 1 - image

- વર્ષ-2025 ના પ્રારંભ સાથે જ ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો

- ભાવનગર પોલીસના કર્મીઓ ફ્રોડ, દુષ્કર્મ અને આત્મહત્યા જેવા બનાવોનો ભોગ બન્યા, જિલ્લામાં લૂંટ, ચોરી, મારામારી જેવી ઘટાઓ પણ વધી

ભાવનગર : બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી છે. પોલીસબેડાની માઠી બેઠી હોય તેવો ઘાટ ઘડાયો છે. ખરેખર પોલીસ તંત્રએ માનોમંથન કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. નવા વર્ષના પ્રારંભ સાથે ગુનાખોરીનો માર જેલી રહી છે અને ગુનાખોરીનો અંક ઊંચો જઈ રહ્યો છે. તો ક્યાંકને ક્યાંક પોલીસને છબી ખરડાઈ છે. જિલ્લામાં ક્યાંક પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. તો બીજી તરફ પોલીસ પર હુમલા થયા હોવાના બનાવો પણ ભાવનગરમાં બન્યા છે. તેવામાં ભાવનગર શહેર-જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે.

વર્ષ-૨૦૨૫ના વર્ષ પ્રારંભ સાથે જ ભાવનગર પોલીસતંત્રની માઠી બેસવાનો પ્રારંભ થયો હતો. બગદાણાના યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં પ્રથમથી જ પોલીસ પર સવાલો ઉઠવાનો પ્રારંભ થઈ ગયો હતો. પ્રથમ ફરિયાદમાં ઢીલાશ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટરને હટાવી અન્ય પીઆઇને તપાસ આપવામાં આવી પરંતુ તેમની તપાસની દિશા ધૂંધળી હોવાના સવાલો ઉઠતા તેમને પણ હટાવી એસઆઈટીની રચના કરવાના આવી પરંતુ ૨૫ દિવસની તપાસ દરમિયાન કેટ કેટલા શકમંદોને બોલાવી બોલાવી નિવેદનો નોંધ્યા અને આ પ્રકરણમાં અત્યાર સુધી કુલ ૧૩ જેટલા શખ્સની ધરપકડ કરવામાં આવી પરંતુ એસઆઇટી વિવાદના ઘેરામાં જોવા મળી રહી છે અને એસઆઇટી પર પણ સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ ભરતનગર પોલીસ મથકના પોલીસ કર્મચારી સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા અને સાયબર ગઠિયાએ મોબાઈલ હેક કરી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટના સામે આવી છે ત્યારે ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મની ઘટના બનતા મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તદુપરાંત રેન્જ આઇજીના પરેડ ઇન્સ્પેક્શનમાં હાજરી આપીને ભાવનગરથી ખુંટવડા પોલીસ સ્ટેશન તરફ જઈ રહેલ પીએસઆઇને રસ્તા પર ઢોર હટાવવા મામલે શખ્સ સાથે બોલા ચાલી થઈ હતી અને શખ્સે પોલીસ અધિકારી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને પોલીસ અધિકારીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આમ, પોલીસનો ડર હવે ગુનેગારોમાં રહ્યો નહોય તેમ જણાઈ રહ્યું છે અને હવે ઘોઘા પોલીસ મથકના કોન્સ્ટેબલ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી.તદુપરાંત તળાજાના બોરલા ગામના વતની અને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આમ, ભાવનગરનાં પોલીસ કર્મચારીઓની ગ્રહદશા બગડીને વિભાગની માઠી બેઠી હોય તેવો ઘાટ ઘડાયો છે.

વર્ષના પ્રારંભે ગુનાખોરીનો ગ્રાફ ઊંચો

ભાવનગર શહેર-જિલ્લાના ક્રાઈમની ઘટનાઓની વાત કરવા જઈએ તો વર્ષના પ્રારંભથી હત્યાના ત્રણ બનાવો બન્યા છે અને ચોરી, એસ્ટ્રોશનના બનાવોનું પ્રમાણ વધ્યું છે. તેમજ શરીર સંબંધી ગુના એટલે કે મારા મારા મારીના બનાવોની સંખ્યાનો આંક ઊંચો જઈ રહ્યો છે. ગુનેગાર બેફામ બની વ્યાજખોરી આચરી રહ્યા છે. આમ, પોલીસ તંત્રની માઠી બેઠી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે.