Photos: 24 તીર્થંકરની મૂર્તિ ધરાવતું અને દક્ષિણી શૈલીનું પહેલું જૈન દેરાસર અમદાવાદમાં બન્યું, થઈ પ્રાણપ્રતિષ્ઠા
Jain Derasar In Rancharda : ગુજરાતમાં 24 તીર્થંકરની મૂર્તિ ધરાવતું અને દક્ષિણી શૈલીનું પહેલું જૈન દેરાસર અમદાવાદના રાંચરડા ગામ નજીક નિર્માણ થઈ રહ્યું છે. અદભૂત 45થી વધુ નક્શીકામ કરેલા થાંભલા અને કોતરણી કામથી દેરાસર તૈયાર થઈ રહ્યું છે. આ પ્રસંગે દેરાસરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.
અમદાવાદના રાંચરડા ગામ નજીક નિર્માણાધિન દેરાસર માટે આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે જૈન શાસ્ત્ર પ્રમાણે ડિઝાઈનને ચકાસીને દક્ષિણ શૈલીના મંદિરોની જેમ શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વર ધામનું નિર્માણ કર્યું છે.
આ દેરાસરમાં ચૌમુખી મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આ સાથે ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ-મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આઠ ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ દેરાસરનું છેલ્લા 6 વર્ષથી નિર્માણ કાર્ય શરુ છે.
ગુજરાતમાં પહેલું દક્ષિણી શૈલીનું નિર્માણાધિન દેરાસર વિશિષ્ટ કલા કૃતિથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અદભૂત શિલ્પ કલા, કોતરણી, નક્શીકામ કરવામાં આવ્યું છે. આ દેરાસરમાં ચોવીસીના 24 તીર્થંકર પરમાત્મા, 51 ઈંચના મૂળનાયક ચૌમુખજી 4 પરમાત્મા, 9 અધિષ્ઠાયક દેવી-દેવતાઓના દર્શન થશે.