Get The App

પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા 9 એપ્રિલ 1932નાં રજૂ થઈ હતી

Updated: Apr 9th, 2023

GS TEAM


Google News
Google News
પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા 9 એપ્રિલ 1932નાં રજૂ થઈ હતી 1 - image


ગુજરાતી ફિલ્મોનો આજે 92મો જન્મદિન એ સમયે ટીકીટના દર હતા પોણા પાંચ આના: સોમનાથના સિનેમાઘર ગુજરાતી ફિલ્મો જોવા ગામડેથી લોકો આવતા 

પ્રભાસ પાટણ, : ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા 9-એપ્રિલ- 1932ના મુંબઈના સિનેમાઘરમાં રજૂ થઈ હતી અને ત્યારથી ગુજરાતી સિનેમાનાં યુગનો પ્રારંભ થયો. ગુજરાતી સિનેમાનો 9મી એપ્રિલે 92મા વર્ષમાં પ્રવેશ થશે.

સોમનાથમાં તે સમયે આરાધના ટોકિઝમાં માત્ર ગુજરાતી ફિલ્મો જ રજૂ થતી અને લોકો ગામડે ગામડેથી ફિલ્મો જોવા આવતા. ટોકિઝમાં હાઉસ ફૂલના પાટિયા જોવા મળતા. ટિકિટોના કાળાબજાર થતા. એટલે તે સમયે ગુજરાતી ફિલ્મનો ક્રેજ હતો અને ટિકિટના દર માત્ર પોણા પાંચ આના હતા. ફિલ્મની ટિકિટો મેળવવા માટે હંમેશા લાંબી લાઈનો લાગતી હતી.

સોમનાથ મંદિર પરિસરમાં રાણકદેવી, સોમનાથ સખાતે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવી ફિલ્મના શૂટિંગ થયા હતા. અનેક ગુજરાતી ફિલ્મોના પ્રીમીયર શો વેરાવળમાં યોજાતા અને તેમાં ગુજરાતી ફિલ્મના કલાકારો હાજરી આપવા આવતા. 1975માં પ્રથમ વખત ગુજરાતી રંગીન ફિલમ જેસલ તોરલ બની હતી અને ગુજરાતી ફિલ્મનો સુર્વણકાળ શરૂ થયો હતો. તે સતત 1985 સુધી ચાલ્યો હતો. તે સમયે અનેક ગુજરાતી ફિલ્મો સુપરહીટ બની હતી.

Tags :