કોટંબી સ્ટેડિયમ ખાતે આજે બરોડા પ્રીમિયર લીગની ફાઇનલનો જંગ જામશે
અમી સુપર એવેન્જર્સને હરાવી એલેમ્બિક વોરિયર્સ ફાઈનલમાં પહોંચી
સેમી ફાઇનલની બીજી મેચમાં વરસાદી વિઘ્નના કારણે મેચ ત્રણ કલાક વિલંબથી શરૂ થઈ
કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આયોજિત બીપીએલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલની બીજી મેચમાં આજે પૃથ્વી પેન્થર્સ અને અમી સુપર એવેન્જર્સ વચ્ચે ટક્કર થઈ હતી. શનિવારે દિવસભર મેઘમહેર રહેતા વરસાદી વિઘ્નના કારણે મેચ ત્રણ કલાક વિલંબથી રાત્રે 9:30 કલાકે શરૂ થઈ હતી. આ મેચમાં વિજેતા ટીમ આવતીકાલે ફાઇનલ મેચમાં એલેમ્બિક વોરિયર્સ સામે ટકરાશે.
ગઈ તા. 27 જૂનના રોજ 22મી મેચમાં અમી સુપર એવેન્જર્સ અને એલેમ્બિક વોરિયર્સ વચ્ચે સેમી ફાઈનલની પ્રથમ મેચ યોજાઈ હતી. જેમાં અમી એવેન્જર્સએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. તેની સામે એલેમ્બિક વોરિયર્સએ 19.4 ઓવરમાં 6 વિકેટે 160 રનનો લક્ષ્યાંક હાંસિલ કરી 4 વિકેટથી વિજેતા થઈ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં 20 બોલમાં 35 રન ફટકારનાર એલેમ્બિક વોરિયર્સના હેનિલ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. તથા અમી સુપર એવેન્જર્સના ઈરફાન શેખએ 38 બોલમાં 63 ફટકારતા શ્રેષ્ઠ સ્ટ્રાઇકર જાહેર કર્યો હતો. જ્યારે ક્વોલીફાયરની બીજી મેચમાં આજે તા.28 જૂનના રોજ સાંજે 6: 45 કલાકે અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે મેચ ટક્કર હતી. પરંતુ, વરસાદી વિઘ્નના કારણે મેચ ત્રણ કલાક વિલંબથી શરૂ થઈ હતી. આ મેચમાં વિજેતા ટીમની આવતીકાલે ફાઇનલ મેચમાં એલેમ્બિક વોરીયર્સ સામે ટક્કર થશે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના ટેલેન્ટને દેશ માટે રમવા સુધી પ્લેટફોર્મ પૂરું પાડવાના પ્રયાસ સાથે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રથમ વખત ટી 20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગનું કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે. ટુર્નામેન્ટની 5 ટીમોની પસંદગી ડ્રો ના આધારે થતા 5 ટીમો વચ્ચે 115 ખેલાડીઓની વહેંચણી થઈ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ રૂ.45 લાખના ઇનામો રાખવામાં આવ્યા છે.