ભાવનગર-બાન્દ્રા રેગ્યુલર ટ્રેનના ભાડા કરતા વીકલી ટ્રેનનું ભાડું વધુ
- 3 ટ્રેનમાંથી બે ટ્રેનના સમાન અને એકનું અલગ ભાડું !
- રેગ્યુલર ટ્રેન જેટલું જ ભાડું રાખવા રેલવે મુસાફરોમાં પ્રવર્તતી માંગણી
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ભાવનગર-બાન્દ્રા વચ્ચે કુલ ત્રણ ટ્રેન દોડે છે. જેમાં એક રેગ્યુલર ટ્રેન છે અને બીજી બે વીકલી ટ્રેન છે. રેગ્યુલર ટ્રેન દરરોજ સાંજે ૬.૩૦ વાગ્યે ભાવનગરથી મુંબઈ જવા પ્રસ્થાન કરે છે. જેની ટિકિટનો ચાર્જ સ્લીપર ક્લાસમાં રૂા. ૪૪૦, થર્ડ એસીમાં રૂા. ૧૧૫૫ અને સેકન્ડ એસીમાં રૂા. ૧૬૩૫ છે. જે ટ્રેન રવિવારે સાંજે ૧૭.૪૫ વાગ્યે ભાવનગરથી મુંબઈ જવા પ્રસ્થાન કરે છે તેની ટિકિટ પણ રેગ્યુલરની જેમ જ છે. પરંતુ ગુરૂવારે બપોરે ૨.૫૦ વાગ્યે મુંબઈ જતી ટ્રેનની ટિકિટનો ચાર્જ સ્લીપર ક્લાસમાં રૂા. ૫૨૫, થર્ડ એસીમાં રૂા. ૧૪૨૫ જ્યારે સેકન્ડ એસીમાં રૂા. ૨૦૦૫ છે. આમ, આ ત્રણેય ટ્રેન ભાવનગરથી બાન્દ્રા જ જતી હોવા છતાં બે ટ્રેનમાં ભાડું સમાન અને એક ટ્રેનમાં ભાડું વધારે છે. આથી ભાડું રેગ્યુલર ટ્રેનની જેમ જ ઓછું રાખવા મુસાફરોમાં માંગણી પ્રવર્તી રહી છે.