વડોદરા: બેદરકારીના કારણે બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાના પરિવારજનોના આક્ષેપ
એસએસજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહમાં ડોક્ટરની બેદરકારીના કારણે નવજાત બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
ગત સોમવારના રોજ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ બદરપુર ખાતે રહેતા પીનલ પ્રજ્ઞેશભાઈ પટેલ ને પ્રસુતિની પીડા ઉપડતા એસ એસ જી હોસ્પિટલના રુકમણી ચેન્નાની પ્રસુતિ ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારના રોજ તેમને નોર્મલ ડિલિવરી દ્વારા બાળકીને જન્મ આપ્યો હતો જે બાદ માતા અને બાળકીની તબિયત એકદમ સ્વસ્થ હતી ગત રોજ 7:00 વાગ્યા ની આસપાસ ડોક્ટરના જણાવ્યા મુજબ કમળાની અસર જોવા મળતા તેને તાત્કાલિક પેટીમાં મુકવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી. ત્યારબાદ માતાનું દૂધ બાળકી પીતી ના હોય ડોક્ટર દ્વારા તેઓને નળી મારફતે દૂધ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ એકાએક બાળકીની તબિયત નરમ પડી ગઈ હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકીને દૂધ પીવડાવ્યા બાદ તેની તબિયત બગડી ગઈ હતી. અને વેન્ટિલેટર પર બાળકીને મૂકવામાં આવી હતી ડોક્ટર દ્વારા અમને જાણકારી માંગવા છતાં પણ કોઈ જ બાબત જણાવતા ન હતા અને સવાર સુધી બાળકીને વેન્ટિલેટર પર મૂકી રાખવામાં આવી હતી ડોક્ટર કે નસ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો તેવા આક્ષેપ પરિવારજનો એ કર્યા હતા બાળકીના પિતાએ જણાવ્યું હતું કે રાત્રે મને બોલાવવામાં આવ્યો હતો. અને મને એક ફોર્મ આપી એના પર સાઇન લેવડાવી દીધી હતી અને સાઇન શા કારણે લેવડાવવામાં આવી છે બાળકીને કઈ જાતની તકલીફ છે તેનો કોઈ જ ઉલ્લેખ મારી સાથે કર્યો ન હતો જેથી બેદરકારીના કારણે બાળકી નું મૃત્યુ નીપજ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા.