Gujarat

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે

By GS TEAM
28 Mar 20262 mins read
TukuTouch Logo
કામગીરી પૂર્ણ થયા બાદ ઝોનના જવાબદાર અધિકારીઓ પોતાના મોબાઇલ કે ડેશબોર્ડ પર પૂર્તતાના ફોટા પણ અપલોડ કરવાના રહેશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં વિકાસ કામોની મંજૂરી પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે મનપાની કામગીરી સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવવાની દિશામાં ઝડપી પગલાં લેવામાં આવ્યા છે. મનપાના બજેટમાં સમાવિષ્ટ કામો અને પ્રોજેક્ટની મંજૂરી માટેની હાલના પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ મોટાપાયે ફેરફાર કરીને “વન ટેપ સોલ્યુશન” અમલમાં લાવવા કવાયત હાથ ધરી છે. જો મ્યુનિ. કમિશ્નર કવાયત કરે છે તેવી રીતે અમલ થાય તો સુરત પાલિકામાં કામગીરીની ફાઈલ ઓનલાઈન મુવમેન્ટ માટે ઈતિહાસ બની રહેશે. 

સુરત મ્યુનિ. કમિશનર તરીકે એમ.નાગરાજની નિમણૂક બાદ તેઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પર ભાર મુકી રહ્યાં છે. તેઓએ વિકાસના કામો ઝડપથી થાય તે માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (PMS)માં ધરમૂળથી ફેરફાર કરીને વન ટેપ સોલ્યુશન માટે આયોજન કરી રહ્યાં છે. જેના ભાગરૂપે આઇએસડી વિભાગ દ્વારા કમિશનરની સૂચના મુજબ નવી સુવિધાઓ સાથે સુધારેલી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે

હાલ જે સિસ્ટમ છે તેમાં 50 હજારથી એક લાખની કિંમતના કામો માટેની મંજૂરી બેથી ત્રણ સપ્તાહ બાદ મળી રહી છે. પરંતુ હવે પરંતુ નવી પેપરલેસ ઇ-ગવર્નન્સ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ, મંજૂરીથી લઇને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવાની સમગ્ર પ્રક્રિયા માત્ર 30 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. નવી સિસ્ટમ મુજબ, સુપરવાઇઝર અથવા જુનિયર એન્જિનિયર દ્વારા જરૂરી મરામત કામગીરીના ફોટોગ્રાફ્સ સાથે વિગતો સીધી સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. વિવિધ કામો માટે યુનિટ રેટ તથા એજન્સી પહેલેથી નક્કી હોવાથી ઝોન સ્તરે જ ખર્ચ મર્યાદામાં મંજૂરી આપી શકાશે. ઓનલાઇન ફાઇલ એક સ્તરેથી બીજા સ્તરે ઝડપથી મૂવ થતી હોવાથી પરંપરાગત ફાઇલ ચક્કર અને વિલંબનો અંત આવશે.

 પરંતુ નજીકના ભવિષ્યમાં મનપાના તમામ પ્રોજેક્ટ અને કામગીરીની ફાઇલો મૂવમેન્ટ સંપૂર્ણપણે ઓનલાઈન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત પાલિકામાં કામગીરીની ફાઈલ ઓનલાઈન મુવમેન્ટ માટે ઈતિહાસ બની રહેશે.