Get The App

દુકાનમાંથી છૂટા કરાયેલા નોકરે જ ચોરીનો પ્લાન બનાવ્યો

ચોરી કરવા દુકાનમાં ઘુસ્યા પણ લોકોએ ઝડપી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
દુકાનમાંથી છૂટા કરાયેલા નોકરે જ ચોરીનો પ્લાન બનાવ્યો 1 - image

 વડોદરા,મંગળબજારમાં કાપડની દુકાન ચલાવતા વેપારીની દુકાનમાં ગઇકાલે રાત્રે ચોરીના ઇરાદે ઘુસેલા બે ચોરને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી  પોલીસને હવાલે કરી દીધો હતા. ચોર દુકાનનો જ પૂર્વ કર્મચારી છે.

વારસિયા કોલોનીમાં રહેતા દિપક ઘનશ્યામભાઇ બેલાણીની મંગળબજારમાં કાપડની દુકાન છે. ગઇકાલે રાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. રાત્રે તેમની દુકાનમાંથી અવાજ આવતા આજુબાજુના લોકોને શંકા થઇ હતી કે, દુકાનમાં ચોર ઘુસ્યા છે. જેથી, દુકાન માલિકને જાણ કરતા તેઓ આવી ગયા હતા. દુકાન માલિકે દરવાજો ખોલતા બંને ચોર  દુકાનની બાજુમાં આવેલા ઘરની છત પર કૂદીને જતા રહ્યા હતા. લોકોએ બંનેને નીચે ઉતારી  પોલીસને બોલાવી સોંપી દીધા હતા. સિટિ પોલીસે  ઇસ્માઇલ ગુલામનબી દિવાન (રહે. ફાતીમા કોમ્પલેક્સ,કુંભારવાડા) તથા શાહબાજ અબ્દુલરહેમાન વ્હોરા (રહે. મનસુરી કબ્રસ્તાન, હાથીખાના) ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પી.આઇ. કે.ડી.માંગરોલીયાનું કહેવું છે કે, આરોપી અગાઉ આ દુકાનમાં જ નોકરી કરતો હતો. તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા તેણે ડૂપ્લિકેટ ચાવી બનાવી ચોરીનો પ્લાન બનાવ્યો હતો.