Gujarat

વ્હેલ માછલીની ઊલટીનો સોદો ૩૦ લાખમાં નક્કી કર્યો હતો

By GS TEAM
26 Jun 20251 min read
વ્હેલ માછલીની  ઊલટીનો સોદો ૩૦ લાખમાં નક્કી કર્યો હતો

વડોદરા,વન્ય જીવન સંરક્ષણ હેઠળ સુરક્ષિત વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) ને ફોરેન્સિક તપાસ માટે પોલીસે મોકલી આપી છે. તેનો રિપોર્ટ આવ્યા  પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે.

શહેર નજીક બીલ કેનાલ રોડ પરથી ૧.૫૮ કરોડની  કિંમતની વ્હેલ માછલીની ઊલટી, છ મોબાઇલ અને કાર મળી કુલ રૃા.૧.૬૫ કરોડના મુદ્દામાલ સાથે છ ને  ઝડપી પાડયા હતા. અટલાદરા બીલ કેનાલ રોડ પર પરમ ક્રેસ્ટમાં રહેતા સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વ્હેલ માછલીની ઊલટી વ્રજ દવે ચકાસણી માટે આપી ગયો હતો. આ ઊલટીનો સોદો  તેણે ૩૦ લાખમાં કરવાનું નક્કી કર્યુ હતું. પંરતુ, સોદો થાય તે  પહેલા જ તેઓ પકડાઇ ગયાહતા. ઊલટી ખરેખર વ્હેલ માછલીની છે કે કેમ તે માટે એફ.એસ.એલ. ચકાસણી માટે મોકલી આપવામાં આવી છે. તેનો રિપોર્ટ આવ્યા  પછી ગુનો દાખલ કરવો કે કેમ ? તે નક્કી  કરવામાં આવશે.