આહવામાં ઐતિહાસિક 'ડાંગ દરબાર' મેળાનો થયો પ્રારંભ, કાર્યક્રમો-વ્યવસ્થા માટે વિવિધ સમિતિની કરી રચના
Dang Darbar Mela : ડાંગના આહવામાં સુપ્રસિદ્ધ 'ડાંગ દરબાર' મેળાનું આજે રવિવારથી પ્રારંભ થયો છે. આ મેળો આગામી 12 માર્ચ સુધી યોજાશે. આજે 9 માર્ચે સવારે આહવા કલેક્ટર કચેરીથી ડાંગના રાજવીઓની શોભાયાત્રા નીકળી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો અને રાજવીઓને પોલિટિકલ પેન્શન એનાયત કરાયું હતું. આ પ્રથામાં રાજ્યપાલ દ્વારા રાજવીઓને પેન્શન આપીને સન્માનિત કરવામાં આવે છે. પરંતુ આ વખતે રાજ્યપાલ હાજર રહી શક્યા ન હતા.
ડાંગનાં ગૌરવશાળી ઈતિહાસ અને આદિવાસી પ્રજાજનોની નોખી, અનોખી જીવન શૈલી, અહીંની પ્રાકૃતિક સંપદા તથા નૈસર્ગિંક સ્થળોને કારણે જાણીતા બનેલા ડાંગ જિલ્લામાં દેશ વિદેશનાં પર્યટકો આવતા રહે છે, ત્યારે ડાંગના આહવામાં સુપ્રસિદ્ધ 'ડાંગ દરબાર' મેળો આજે 9 માર્ચથી 12 માર્ચ સુધી યોજાશે.
આ પણ વાંચો: ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો: અનેક રસ્તાઓ વાહનો માટે બંધ, ઠાકોરજીના દર્શનનના સમયમાં ફેરફાર
'ડાંગ દરબાર' મેળામાં સુવ્યવસ્થિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે. જેમને વિવિધ કાર્યક્રમો, સ્ટેજ-મંડપની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સહિતની જવાબદારી સોંપવામાં આવી છે.