વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા
Vadodara : વેમાલી ગામમા સ્મશાનના નિર્માણ બાદ અપૂરતી સુવિધા સાથે જાળવણીનો અભાવ હોય તંત્રની બેદરકારી છતી થઈ છે.
શહેરનાં છેવાડે આવેલ વેમાલી ગામના સ્મશાનની દુર્દશા જોવા મળી છે. વર્ષ 2017-18 દરમ્યાન વેમાલી ગામના સ્મશાનનું અંદાજે 5 લાખના ખર્ચે નવીનીકરણ થયું હતું. હાલ સ્મશાન ખાતે સફાઈનો અભાવ હોય માટી અને કચરાના થર જામ્યા છે. સ્મશાનના સિક્યુરિટી કેબિનની પણ વ્યવસ્થા રાખવામાં આવી નથી. સ્મશાનમાં શૌચાલય બનાવ્યું પરંતુ, પાણીના જોડાણ આપ્યા નથી. સ્મશાનમાં સાંજ પડતા જ અસામાજિક તત્વો અડ્ડો જમાવતા હોય સ્મશાનના મુખ્ય દરવાજાને પણ નુકસાન પહોંચાડ્યું છે. પ્રજાલક્ષી આવા પ્રોજેક્ટ પાછળ નાણા ખર્ચી સુવિધા ઉભી કર્યા બાદ જાળવણીના અભાવએ ટૂંકા ગાળામાં ખર્ચ માથે પડ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.