Get The App

જામકંડોરણાના દડવી ગામે મકાન બાંધકામના લહેણા રૂ. 14.61 લાખ ન આપી છેતરપિંડી

Updated: Jan 18th, 2024

GS TEAM


Google News
Google News
જામકંડોરણાના દડવી ગામે મકાન બાંધકામના લહેણા રૂ. 14.61 લાખ ન આપી છેતરપિંડી 1 - image


સેન્ટ્રિંગનો માલ સામાન ભરવાની પણ ના પાડી દીધી મકાન માલિક પતિ-પત્નીએ કોન્ટ્રાક્ટર સાથે ઝઘડો કરી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી અસભ્ય વર્તન કર્યું

ધોરાજી, જામકંડોરણા, : જામકંડોરણા તાલુકાના દડવી ગામે મકાન બાંધકામ પેટે લહેણા નીકળતા રૂ. 14.61 લાખ આપવાની ના પાડી મકાન માલિક દંપતિએ કોન્ટ્રાક્ટર સાથે ઝઘડો કરી જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

જૂનાગઢમાં રહેતાં દિપકભાઇ મુળજીભાઈ ઉ.વ. 38 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બટુક લુણાગરિયા અને તેની પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા દડવી ગામે રહેતા બટુક લુણાગરીયાના મકાનના બાંધકામનું કામ માલ અને મજુરી સહીત રાખેલું હતું. ત્યાર બાદ આ સંપુર્ણ કામની પાયાથી માંડી તાળુ મારી ચાવી સોપી દેવા સુધીનું બાંધકામનું કામ રાખેલ હતુ. જે બાબતે રાખેલ કામનું એગ્રીમેન્ટ લેટરપેડ ઉપર બટુક મકાન માલીકે લખાવી લીધેલ હતું. જે ટર્મ્સ ક્ડીશન નક્કી થયા મુજબ રૂ 27,31,1,050 નું ટોટલ કામ માલ-મજુરી સહીત રાખેલ હતુ જેમાં શરત મુજબ કામ શરૂ કરતા પહેલા અને ૩૦% રકમ આપવાની હતી. જે રકમ અંદાજે રૂ 8,19,315 જેવી થતી હતી. પરંતુ મકાન માલિકે ફકત રૂ 5.50 લાખ જેવી રકમ પણ કટકે કટકે આપેલ હતી અને તેઓ બહાના બતાવતા હતાં કે કપાસ વેચાય જાય એટલે તરત જ આપીશું તેવા ખોટા બહાનાઓ બતાવેલ છતાં પણ કામ ચાલુ રાખી સ્લેબ લેવલ સુધી કામ પહોંચાડેલ હતું. છ એક મહીના પહેલા કોન્ટ્રક્ટરે લોખંડ નાખવા દડવી ગામે ગયેલ તે વખતે માલ તથા મજુરીના કાયદેસરની લેણી રકમનો ઉપાડ માંગતા દંપતીએ બોલાચાલી કરી મકાન માલિકની પત્નીએ જ્ઞાાતિ પ્રત્યે હડધૂત કરી કહેલું કે, મને ખબર હોત તો તને હું મકાનનું કામ જ ન આપત તેમ કહી હવે જો ફરીવાર મારા ઘરે આવીશ તો તારા ટાટીયા ભાંગી નાખીશ તેમ ધમકી આપી જાહેરમાં અસભ્ય વર્તન કરેલ હતું.આથી કોન્ટ્રક્ટરે કહેલું કે આગળ કામ ન કરવું હોય, તો કાંઇ નહી પરંતુ અમોએ જે કામ કરેલ છે તેનો હીસાબ કરી આપો, ત્યારે મકાન માલિક દંપતીએ ગાળો આપી હડધૂત કર્યાં હતાં.

વધુમાં ફરીયાદી એ જણાવ્યું હતું કે ગઇ 1 ઓક્ટોબરના રોજ આરોપીએ સેન્ટીંગનો સામાન ભરવા દીધેલ નહી.આરોપી દંપતીએ કામની કુલ નીકળતી રકમ રૂા. 14,61,735 છેલ્લા છ મહીનાથી અવાર નવાર ચુકવેલ નથી. તેવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદી ની ફરીયાદ નોધી છે. વધુ તપાસ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક ડોડીયા એ હાથ ધરી છે 

Tags :