કોર્પોરેશનની સ્થાયીએ પે એન્ડ પાર્ક , નવા વાહનો ખરીદવા સહિતની તમામ દરખાસ્ત મંજૂરી કરી
સ્થાયીમાં કોર્પોરેશન દ્વારા વિવિધ હેતુના 24 ફાઈનલ પ્લોટ તથા પ્રાપ્ત થતા અને સંપાદન થતા પ્લોટમાં પે એન્ડ પાર્કનું આયોજન કરવામાં આવ્યું હોય તમામ કાર્યવાહીની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂર મળી હતી. છ નંગ ના સ્થાને રૂ.1.35 કરોડના ખર્ચે પાંચ નંગ મોબાઈલ ટોયલેટ વન ખરીદવાના કામને મંજૂરી આપી છે. જેમાં સિનિયર સિટીઝનને અગવડ ના પડે તે મુજબ ડિઝાઇન માટે સૂચવ્યું છે. રૂપિયા 1.37 કરોડના ખર્ચે 3 નવી મૃતદેહ વાહિની ખરીદવા એક લાખના ડિસ્કાઉન્ટ સાથે કામને મંજૂરી આપી છે.