Gujarat
કોર્પોરેશન જુદી જુદી ટીપી સ્કીમો હેઠળના ૨૪ રસ્તાઓ ખુલ્લા કરશે
By GS TEAM
11 Oct 20251 min read

વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશને તૈયાર કરેલી ટીપી સ્કીમોમાં રસ્તા ખુલ્લા કરવાની કામગીરી શરૃ કરવાનું આયોજન હાથ ધર્યું છે.
ગોત્રી, તાંદળજા, ઉંડેરા-અંકોડિયા, અટલાદરા, બાપોદ, ભાયલી-ગોકુળપુરા-રાયપુરા, કલલાલી, બિલ, ગોરવા-નવાયાર્ડ, સૈયદ-વાસણા, અને સુભાનપુરામાં આ ટીપી સ્કીમો આવેલી છે.
જ્યાં ૭.૫૦ મીટરથી માંડીને ૧૨ મીટર, ૧૮ મીટર પહોળાઇ ધરાવતા રોડ ખુલ્લા કરવાના થાય છે. ટીપી-૮, ટીપી-૨૬, ટીપી-૪૩, ટીપી-૨૦, ટીપી-૨૪, ટીપી-૫૧, ટીપી-૨૭, ટીપી-૫૫, ટીપી-૪૩, ટીપી-૨૩, ટીપી-૨, ટીપી-૧૦ વગેરે ટીપી સ્કીમમાં આવતા આશરે ૨૪ રસ્તા ખુલ્લા કરવામાં આવશે.
કોર્પોરેશનના કહેવા મુજબ આ રસ્તા ખુલ્લા થવાથી અંદાજે દોઢ લાખ લોકોને આવજા કરવામાં સરળતા રહેશે. આ રોડ ખુલ્લા થવાથી વીજળી, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવશે.








