Gujarat

સમા, નરહરિ બ્રિજ, અકોટા, મુજમહુડામાં નદી કાંઠે ઠાલવેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ કોર્પોરેશન હવે હટાવશે

By GS TEAM
30 Jul 20251 min read
સમા, નરહરિ બ્રિજ, અકોટા, મુજમહુડામાં  નદી કાંઠે ઠાલવેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ કોર્પોરેશન હવે હટાવશે

વડોદરા, તા.30 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી કાંઠે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ ઠાલવવા સામે ઝુંબેશ શરૃ કરી છે. હવે આવો વેસ્ટ ઠાલવવા માટે અધિકૃત સ્થળોએ નિકાલ કરવાનું કહ્યું છે.

અટલાદરા સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ગાજરાવાડી સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નદી કે જાહેર સ્થળોએ આવો વેસ્ટ ઠાલવીને આવા સ્થળોને દૂષિત નહીં કરવા તાકીદ કરી છે.

હાલ નદી કિનારે જમા થયેલા કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ તેમ જ અન્ય વેસ્ટને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. નદીને પ્રાકૃતિક સ્વરૃપે પુનઃ સ્થાપિત કરવા માટે જરૃરી પ્લાનિંગ, મેપિંગ, એક્શન પ્લાન વગેરે મુદ્દે વિચારણા કરાઈ છે. આ માટે જે કમિટી રચાઈ છે, તેણે સમા ભરવાડવાસ, રિધમ હોસ્પિટલ નજીક, નરહરિ બ્રિજ, અકોટા સ્મશાન તથા મુજમહુડા વિસ્તારની મુલાકાત લીધી હતી. આગામી સમયમાં આ સ્થળોએથી આવો કન્સ્ટ્રક્શન વેસ્ટ હટાવી લેવાની કામગીરી કરાશે. હવે ફરીવાર આજ સ્થળે આવો કચરો ન ઠલવાય તે માટે જરૃરી પ્લાનિંગ કરાશે.

નદી કાંઠે, વરસાદી કાંસો અને તળાવો કાંઠે કન્સ્ટ્રક્શન વેસ્ટનો નિકાલ કરનાર સામે કડક પગલાં અને દંડ ભરવાની અગાઉ સૂચના અપાઈ છે. જો આવો કચરો ઠાલવતું કોઈ જણાય તો તેની જાણ નજીકની ઝોન ઓફિસે અથવા કોર્પો.ની હેલ્પલાઈન પર કરવા  જણાવાયું છે.