Gujarat

ખાણ અને ખનિજ કચેરીના કર્મચારીને ફરિયાદીએ ઓળખી બતાવ્યો

By GS TEAM
20 Jun 20251 min read
ખાણ અને ખનિજ કચેરીના કર્મચારીને ફરિયાદીએ ઓળખી બતાવ્યો

 વડોદરા,વડોદરા ખાણ ખનિજ વિભાગના સિનિયર ક્લાર્ક અને કોમ્પ્યૂટર ઓપરેટર બે લાખની લાંચ લેતા ઝડપાયા હતા. આ કેસમાં ફરિયાદી પાસે સ્ટેશનરીની માંગણી ઓફિસના એક કર્મચારી  દ્વારા કરવામાં આવી હતી. તે અંગે  પણ એ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બે લાખની લાંચની ફરિયાદ કરનારે જણાવ્યું છે કે, જ્યારે બે લાખમાં કામ નક્કી થઇ ગયું ત્યારે ખાણ ખનિજ વિભાગની ઓફિસના એક કર્મચારીએ મને કહ્યું હતું કે, તમારૃં કામ બહુ સસ્તામાં પતી ગયું છે. ઓફિસ માટે સ્ટેશનરી  લઇ આપો. જેથી, મેં કહ્યું કે, સરકાર તમને સ્ટેશનરી આપતી જ  હશે ને. પરંતુ, તે કર્મચારીએ કહ્યું કે,  તમારૃં  કામ બહુ જ સસ્તામાં પતી ગયું છે. તમારે સ્ટેશનરી લઇ આપવી જોઇએ. આ અંગે એ.સી.બી.માં રજૂઆત થઇ હતી. ગયા અઠવાડિયે ખાણ ખનિજ વિભાગના ૮ થી ૯ કર્મચારીઓને સાથે  રાખી મામલતદાર કચેરીમાં ઓળખ પરેડ થઇ હતી. મારી પાસે સ્ટેશનરી માંગનાર ઓફિસના કર્મચારીને મેં ઓળખી બતાવ્યો હતો. આ અંગે એ.સી.બી. પી.આઇ.એ જણાવ્યું હતું કે, આ અંગે અમે ઉપરી અધિકારીને રિપોર્ટ કરીને   આગળની કાર્યવાહી  કરીશું.