વડોદરા : ગેરકાયદેસર બાંધકામ અંગે માંગવામાં આવેલી માહિતી સમયમર્યાદામાં આપવામાં ન આવતા વાંકાનેગ ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રને ગુજરાત માહિતી આયોગે રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
કેસની વિગત એવી છે કે, વાંકાનેગ (તા.સાવલી)માં રહેતા સદામશા દિલીપશા દિવાને ગામમાં થયેલા એક
ગેરકાયદે બાંધકામ અંગેની વિગતો જાણવા માટે આરટીઆઈ કરી હતી. જોકે, નિયત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ ન મળતા અને પ્રથમ અપીલ અધિકારીના
હુકમનું પણ પાલન ન થતા, અરજદારે આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી
હતી.
સુનાવણી દરમિયાન એ બાબત ફલિત થઈ હતી કે પ્રથમ અપીલ અધિકારીએ ૧
એપ્રિલ,
૨૦૨૫ સુધીમાં માહિતી પૂરી પાડવા આદેશ કર્યો હોવા છતાં, જાહેર માહિતી અધિકારીએ લાંબા સમય સુધી કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. આમ,
જાહેર માહિતી અધિકારી પોતાની ફરજો નિભાવવામાં નિષ્કાળજી દાખવતા રાજ્ય માહિતી કમિશનરે તલાટી કેમ મંત્રી ભાવેશકુમાર કોટડને ૧૦,૦૦૦નો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
કમિશનરે આ દંડની રકમ અધિકારીએ પોતાના ભંડોળમાંથી અથવા પગારમાંથી
ભરપાઈ કરવાની રહેશે અને તે અંગેની ચલણની નકલ ૩૦ દિવસમાં આયોગને મોકલવાની રહેશે. જો
નિયત સમયમાં દંડની રકમ જમા કરવામાં નહીં આવે, તો જિલ્લા વિકાસ અધિકારીને આ રકમ
પગાર-ભથ્થામાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવા માટેનો પણ આદેશ કર્યો હતો.


