Get The App

વિજય રુપાણીના દિકરાના લગ્નની વાત અફવા, ટ્વિટ કરીને મુખ્યમંત્રીએ આ સ્પષ્ટતા કરી

Updated: Apr 7th, 2021

GS TEAM

Google News
Google News
વિજય રુપાણીના દિકરાના લગ્નની વાત અફવા, ટ્વિટ કરીને મુખ્યમંત્રીએ આ સ્પષ્ટતા કરી 1 - image

અમદાવાદ, તા. 4 એપ્રિલ 2020, બુધવાર

ગઇ કાલે ગુજરાત હાઇ કોર્ટે ગુજરાત સરકારને કાબૂમાં લેવા માટે 3થી 4 દિવસનું લોકડાઉન કરવા માટે ટકોર કરી હતી. જો કે ત્યારબાદ ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં લોકડાઉનના બદલે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર એવી વતો વહેતી થઇ હતી કે મે મહિનામાં વિજય રુપાણીના દિકરાના લગ્ન હોવાથી તેમણે લોકડાઉનનો નિર્ણય કર્યો નથી. 

આ અંગે સોશિયલ મીડિયામાં કાલ રાતથી જ રુપાણીની ઘણી મજાક પણ થઇ રહી છે. સરકાર લોકડાઉન મામલે આનાકાની કરી રહી હોવાથી સોશિયલ મીડિયામાં રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની વાત થઇ રહી છે. ત્યારે આજે મુખ્યંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરીને આ તમામ અટકળો અને માક પર પૂર્ણવિરામ મુક્યું છે. વિજય રુપાણીના ટ્વિટ બાદ તેમના દિકરાના લગ્નની વાત અફવા સાબિત થઇ છે. 


મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.’


Tags :