- અકસ્માત મોતનો ગુનો નોંધી વાલીની શોધખોળ
- ટોલનાકા પાસે ડાંગરના ખેતરમાંથી મળેલા દુર્ગંધ મારતા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ
માતર તાલુકામાં રધવાણજ ગામની સીમમાં ટોલનાકા નજીક શિવમ સિમેન્ટ પાઇપની ફેક્ટરી નજીક આવેલા ડાંગરના ખેતરમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. ખેતરમાં ખેડૂત ફરતો હતો ત્યારે વરસાદી પાણી ભરેલા ખેતરમાં ડાંગર વચ્ચે એક અજાણી મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. આ અંગે માતર પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ અજાણી મહિલા ઉંમર આશરે ૪૦ વર્ષની તા.૩૦/૧૦/૨૫ના સાંજના ૪ કલાક પહેલા કોઈપણ સમયે કોઈ કારણસર મોત નિપજ્યું હોવાનું જણાઈ આવ્યું છે. મહિલાની લાશ ભારે દુર્ગંધ મારતી અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. અજાણી મહિલા કોણ છે ? ક્યાંની છે, તેનું કયા કારણસર મોત નીપજ્યું તે અંગે લોકોમાં જાતજાતની અટકળો થઇ રહી છે. આ મૃતક મહિલાના વાલી વારસો મળી આવેલા નથી. બનાવ અંગે સંધાણાના વિક્રમ જસાભાઇ ગોહેલે જાણ કરતા માતર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ અને વાલી વારસોની શોધ ખોળ હાથ ધરી છે.


