ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ બંધ રહેતા પાણીની આવકમાં ઘટાડો
સુરત જિલ્લામાં વરસાદનો વિરામ
સુરત,તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ આજે પણ વિરામ લીધો હતો.ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ શાંત રહેતા પાણીની આવકમાં ઘટાડો થઇને 6700 કયુસેક થઇ હતી.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગની ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામે છે. પરંતુ વરસાદ વરસતો નથી. આજે પણ મેઘરાજા આખો દિવસ હાથ તાળી આપતા રહ્યા હતા. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વિતેલા 24 કલાકમાં મેઘરાજા શાંત રહ્યા હતા. જેના કારણે જે પાણીની આવક આવી રહી હતી. તેમાં પણ ઘટાડો થઇને 6700 કયુસેક ઇનફલો નોંધાયો હતો. આટલુ જ પાણી હાઇડ્રો અને કેનાલમાં છોડી દેતા સપાટી 325.47 ફૂટ પર સ્થિર થઇ હતી.