Get The App

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી 1 - image

વડોદરાઃ શહેરમાં અકસ્માતના ગંભીર બનાવોનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે.ગઇ મધરાત્રે લક્ષ્મીપુરા રોડ પર એક કાર વરસાદી ગટરમાં કાર ખાબકીને ઊંધી થઇ જતાં ઇજાગ્રસ્ત કાર ચાલકને લોકોએ  બહાર કાઢ્યો હતો.

શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચૌરસિયાએ ૧૪૦ની સ્પીડે કાર ચલાવી આઠ જણાને અડફેટમાં લેતાં એકનું મોત થયું હતું. ત્યારબાદ અકસ્માતના બનાવો શહેરમાં સતત ચર્ચામાં રહેતા હોય છે.

બે દિવસ પહેલાં સમાના ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે ફુલ સ્પીડે ધસી આવેલી કાર ડિવાઇડર તોડીને એક ખાડામાં લટકી ગઇ હોવાનો બનાવ બન્યો હતો.જ્યારે તરસાલીમાં વીજ કંપનીની કાર એક કમ્પાઉન્ડ વોલ તોડીને અંદર ઘૂસી ગઇ હોવાનો પણ બનાવ બન્યો હતો.

ગઇ મધરાત બાદ એક કારચાલક નારાયણગાર્ડન રોડ પરથી પસાર થતા હતા ત્યારે જોકું આવી જતાં તેમણે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.જેથી કાર વરસાદી ગટરમાં ઉતરીને ઊંધી થઇ જતાં ચાલક ફસાયા હતા.બનાવને પગલે લોકો અને પોલીસ આવી ગયા હતા.નજીકના એક ફરાસખાનાવાળા પાસે નાની સીડી લઇને લોકો અંદર ઉતર્યા હતા અને ઇજાગ્રસ્તને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા.

ઇજાપામનારનું નામ જયેશ ભાઇ હોવાનું અને કેટરિંગનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારબાદ ક્રેનની મદદથી કાર કાઢવામાં આવી હતી.